ડભોઇ ની ગાયત્રી કોમ્પ્લેક્ષ અને નીલકંઠ સોસાયટી માં વોલ્ટેજ ની સમસ્યા M.G.V.C.L નાયબ ઈજનેર ને લેખિત માં રજુઆત.

ડભોઇ સોસાયટી વિસ્તાર ગાયત્રી કોમ્પ્લેક્ષ અને નીલકંઠ સોસાયટી માં વોલ્ટેજ ની સમસ્યા નું નિરાકરણ બાબતે સ્થાનિક રહેવાસી તેમજ ડભોઇ કોંગ્રેસ ના શહેર પ્રમુખ ડો.જીમિત ઠાકર દ્વારા ડભોઇ M.G.V.C.L ના નાયબ ઈજનેર સાહેબ ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ડભોઇ સોસાયટી વિસ્તાર માં જેમકે ગાયત્રી કોમ્પ્લેક્ષ તથા નીલકંઠ સોસાયટી માં છેલ્લા 3 મહિના થી વોલ્ટેજ અને અવાર નવાર લાઈટો જવાના બનાવ છાસવારે બનતા રહે છે.આ બંને સોસાયટી માં આશરે 200 જેટલા વીજ કનેક્શન આવેલા છે.જ્યાં વોલ્ટેજ ની સમસ્યા ને કારણે છેલ્લા ત્રણ મહિના થી સ્થાનિકો સ્થાનિક રહીશો ના ઇલેકટ્રોનિક ઉપકરણો ખરાબ થવા ના બનાવ બનતા સ્થાનિક લોકો ને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.જે કારણે સ્થાનિકો માં M.G.V.C.L પ્રત્યે રોષ ની લાગણી જોવા મળી રહી હતી.જેથી આ સોસાયટી વિસ્તાર ના રહીશો આ વોલ્ટેજ ની સમસ્યા નું નિરાકરણ લાવવા ડભોઇ કોંગ્રેસ ના પ્રમુખ ડો જીમિત ઠાકર દ્વારા ડભોઇ M.G.V.C.L ના નાયબ ઈજનેર સાહેબ ને આ અંગે લેખિત માં જાણ કરી અને સમસ્યા નું નિરાકરણ લાવવા અરજ કરી હતી.અને નાયબ ઈજનેર સાહેબ દ્વારા જલ્દી જ તેઓની સમસ્યા નું નિરાકરણ લાવશે ની ખાતરી આપી હોવાનું જાણવા મળેલ છે.