ST નિગમે દૈનિક 70 ટકા ટ્રીપ શરૂ કરતાં દરરોજની આવકમાં વધારો

આંશિક લોકડાઉનમાં છુટછાટની સાથે કોરોનાના કેસ ઘટતા નગરના ડેપો દ્વારા બસનું સંચાલન શરૂ કર્યું છે. જે અગાઉ માત્ર 100 ટ્રીપો દોડાવાતી હતી. તે હાલમાં દરરોજની 250 ટ્રીપો અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારની દોડાવાઈ રહી છે. કોરોનાના નિયંત્રણ માટે સરકાર દ્વારા રાત્રી કરફ્યુની સાથે આંશિક લોકડાઉનની અમલવારી શરૂ કરી હતી.
કોરોનાની બીજી લહેરના સંક્રમણના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુની સાથે સાથે આંશિક લોકડાઉનની અમલવારી શરૂ કરી હતી. આથી મુસાફરો નહી મળવાથી એસ ટી નિગમ દ્વારા દરરોજના બસ સંચાલનમાં કાપ મૂકવાની સૂચના આપી હતી.
ગાંધીનગરના ડેપોમાં દરરોજની એસ ટી બસોની 100 જેટલી ટ્રીપો દોડાવવામાં આવતી હતી. જોકે હાલમાં કોરોનાના કેસમાં આવેલી ઓટની સાથે હોસ્પિટલોમાં પણ બેડ ખાલી થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં થોડી છુટછાટ આપી છે. તેની સાથે જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત ડેપોમાં દરરોજના એસ ટી બસોના સંચાલનમાં મુસાફરોના ધસારાના આધારે વધારો કરવાની સુચના આપી હતી. જે અંતર્ગત નગરના ડેપો દ્વારા 70 ટકા ટ્રીપો શરૂ કરવામાં આવી છે.