વંથલી તાલુકાના સામાજિક કાર્યકર અને જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર

વંથલી તાલુકાના સામાજિક કાર્યકર અને જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી કોરોના થી મૃત્યુ પામનાર ના પરિવાર ને સહાય આપવા માંગ કરી…….
દરેક ગામમાં સર્વે કરાવી સહાય આપવા માંગ કરવામાં આવી
સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર ના આંકડાઓ અંગે અનેક વીસંગતતા રહી છે. વિપક્ષ પણ મૃતકોના આંકડા ને લઈ ને સરકાર પર આરોપ લગાવી ચુકી છે.સરકાર મૃતકો ના આંકડા સાચા ન બતાવવા પર પણ અનેક ફરિયાદો ઉઠી છે.ત્યારે વંથલી તાલુકાના સામાજિક કાર્યકર દ્વારા સરકાર સામે આ અંગે સવાલો ઉભા કરી ને કોરોના માં મૃત્યુ પામનાર ને તાત્કાલિક સહાય આપવા મુખ્યમંત્રી ને ઇ-મેલ અને લેખિત માં રજુઆત કરવામાં આવી છે. વંથલી તાલુકા ના કાર્યકર પ્રવીણ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 એપ્રિલ થી 18 મેં 2021 સુધી ગુજરાતમાં 2 લાખ થી વધુ લોકોએ આ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.જ્યાં જુવો ત્યાં હૈયાફાટ રુદન હતું.ભલ ભલા નું કાળજું ફાટી જાય તેવા દ્રશ્યો સમગ્ર દેશ અને ગુજરાત માં સર્જાયા હતા.
કોરોના મહામારી ના સમય ગાળા દરમિયાન કોઈએ રૂપિયા ગુમાવ્યા છે.સાથે ઘરના મોભી અને કુટુંબના વ્યક્તિ ને ગુમાવ્યા છે. ત્યારે આ મૃતકના પરિવાર ને તાત્કાલિક ધોરણે દરેક ગામમાં સર્વે કરાવી આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ પ્રવીણ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે.
રિપોર્ટ : જીજ્ઞેશ પટેલ માણાવદર