એક્શન એડ સંસ્થા અને હસ્તી સંસ્થા દ્વારા ડભોઇ તાલુકાના વણાદરા ગામના આરોગ્ય કેન્દ્ર ને સેફ્ટી કીટ આપવામાં આવી

*એક્શન એડ સંસ્થા અને હસ્તી સંસ્થા દ્વારા ડભોઇ તાલુકાના વણાદરા ગામના આરોગ્ય કેન્દ્ર ને સેફ્ટી કીટ આપવામાં આવી*
કોરોના મહામારીથી આખું વિશ્વ અને આપણો ભારત દેશ જજુમી રહ્યો છે.કોટા શહેરો માંથી હવે કોરોના મહામારી છેવાડાના ગામો સુધી ફેલાઈ રહી છે. લોકોમાં આ મહામારીનો ડર છે સાથે સાથે પુરતી જાણકારીનો અભાવ હોવાના કારણે કોરોના મહામારી વધુ ફેલાઈ શકે છે. આ પરિસ્થિતિ ને પહોંચી વળવા એક્શનએડ સંસ્થા વડોદરા જીલ્લાના ૩ તાલુકાના ૩૫ ગામડાઓમાં અને ડભોઈ શહેરમાં કાર્ય કરી રહી છે. એક્શન એડ સંસ્થાની ટીમ સરકારના કોવીડ ટાસ્ક ફોર્સ અને પંચાયતો સાથે રહીને ગામડાઓમાં કોરોના મહામારીને લઈને લોક જાગૃતિનું અને કોરોના ની રસી અંગે લોકોને સમજાવી રસી લેવા માટે પ્રેરિત કરે છે.
સાથે સાથે વધુ માં વધુ લોકોને કોરોના થી બચાવી શકાય એ માટે સરકારી દવાખાના, કોવીડ કેર સેન્ટર માં પણ મદદ પહોચાડવાનું કામ કરે છે.
એક્શન એડ સંસ્થા અને હસ્તી સંસ્થા દ્વારા ડભોઇ તાલુકાના વણાદરા ગામના આરોગ્ય કેન્દ્ર અને કોવીડ સેન્ટરને ૪ ઓક્સીમીટર, ૪ થર્મલ ગન, ૧૫ લીટર સેનીટાઇઝર, ૨૫ મેડીસિન કીટ, 20 PPE કીટ, ૨૦૦ માસ્ક, ૨૪ ફેસ શિલ્ડ , ૩ પેકેટ ગ્લવ્ઝ ગામના સરપંચ, ડોક્ટર, આશા વર્કર અને ગામના આગેવાનોની હાજરીમાં આપવામાં આવ્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોવીડ સેન્ટર ની જરૂરિયાત પ્રમાણે નો સામાન સંસ્થા દ્વારા આપવામાં આવતા સરપંચ અને ડોક્ટર દ્વારા આ સંસ્થાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. એક્શન એડ સંસ્થા સાથે જોડાયેલ સંસ્થા ના સુશીલાબેન, શીલાબેન, રેચલબેન સતિષભાઇ, રમેશભાઈ અને સુનીલભાઈ દ્વારા આ તમામ મેડિકલ કીટ આપવામાં આવી હતી અને સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
રિપોર્ટ : જુનેદ ખત્રી ડભોઇ