બનાસકાંઠા શિક્ષક સહાયકોની નિમણૂક કરવામાં આવી

બનાસકાંઠા શિક્ષક સહાયકોની નિમણૂક કરવામાં આવી
Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિમણુંક પત્ર એનાયત કરાયાં હતાં. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પસંદગી પામેલા ૨૦૭ શિક્ષકોને શિક્ષણ સહાયકના નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલે છે. તેનાથી પ્રત્યક્ષ શિક્ષણની જે ખોટ પડી છે તે આ નવી ભરતીથી પુરાશે. તેમણે કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિત પધ્ધતિથી આ ભરતી કરવામાં આવી છે. શિક્ષકને એક માતા કરતાં પણ ઉંચો દરજ્જો આપણે ત્યાં આપવામાં આવ્યો છે અને શિક્ષણને એક નોબલ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે ત્યારે નવી નિમણૂંક પામેલા શિક્ષકો ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં આગળ લઇ જશે.
નવી નિમણૂંક પામેલ શિક્ષકો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાનું આત્મનિર્ભર ભારત બનાવે તેમ જણાવી તેઓ ભારતની વિરાસતને આગળ ધપાવવા સાથે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર સાથે રાષ્ટ્ર ઘડતરમાં પણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાના હસ્તે શિક્ષણ સહાયકોને શાળા ફાળવણી અને નિમણુંકના હુકમો આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પારદર્શક રીતે ઓનલાઇન પધ્ધતિથી સમગ્ર ભરતી પ્રક્રિયા સમયસર પુરી કરી આજે તમને શિક્ષક તરીકેના નિમણુંક પત્રો આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, શિક્ષકો-ગુરૂજનોનો પ્રભાવ વિધાર્થીઓ પર આજીવન રહેતો હોય છે. આવનારી પેઢીનું ભવિષ્યય તમારા હાથમાં છે ત્યારે બાળકોના ભવિષ્ય ની ચિંતા કરી શક્તિશાળી સમાજ થકી શક્તિશાળી રાષ્ટ્ર નું નિર્માણ કરીએ.
આ પ્રસંગે ગાંધીનગરથી આવેલા શ્રી અશોકભાઇ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર, ડાયટના પ્રાચાર્યશ્રી ર્ડા. નોગોસ, શાળાના સંચાલકો સર્વશ્રી રમેશભાઇ એમ. પટેલ, શ્રી અશ્વિનભાઇ પરમાર, શ્રી જીતુભાઇ, શ્રી વિપુલભાઇ, શ્રી હરપાલસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને નિમણુંક પામેલ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

FB_IMG_1622629216254.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!