ડભોઇ તાલુકા ના થુવાવી ગામ માં સી.બી.જી ફાઉન્ડેશન યુ.એસ એ દ્વારા જરૂરિયાત મંદ ને આર્થિક સહાય

ડભોઇ તાલુકા ના થુવાવી ગામ માં સી.બી.જી ફાઉન્ડેશન યુ.એસ એ દ્વારા જરૂરિયાત મંદ ને આર્થિક સહાય
Spread the love

ડભોઇ તાલુકા ના થુવાવી ગામ માં સી.બી.જી ફાઉન્ડેશન યુ.એસ એ દ્વારા જરૂરિયાત મંદ ને આર્થિક સહાય

ડભોઇ તાલુકા ના થુવાવી ગામ માં આવેલ શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ ના સહયોગ થી સી.બી.જી ફાઉન્ડેશન યુ.એસ.એ દ્વાર કોરોના માં મૃત્યુ પામેલા 30 પરિવાર ને ફૂડકીટ વિતરણ તેમજ દરેક વ્યક્તિ ને 7000 જેટલી રકમ ની આર્થિક સહાય કરવામાં આવી હતી.શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ થુવાવી તેમજ સી.બી.જી ફાઉન્ડેશન ના મુખ્ય દાતાશ્રીઓ શ્રી ભગુભાઈ પટેલ,શ્રી ધનુભાઈ પટેલ,શ્રી મનુભાઈ પટેલ,શ્રી રવિભાઈ પટેલ,શ્રી અશોકભાઈ પટેલ,તેમજ શ્રી રવિભાઈ પંચાલ ના સહયોગ થી 30 જેટલા મધ્યમ વર્ગ ના અને જરૂરિયાતમંદ કુટુંબ ને રસોડાની ઉપયોગી ફૂડકીટ તેમજ 7000 રૂપિયા નું વિતરણ કરવામાં આવ્યું હતું. સી.બી.જી ફાઉન્ડેશન યુ.એસ.એ દ્વારા દર વર્ષે 150 જેટલા બાળકો ન3 ભણવા માટે આર્થિક સહાય પેટે 1 વર્ષ નો તમામ ખર્ચ આવે છે તેમજ 10 જેટલી સિંગલ મધર ને 1000 રૂપિયાની માસિક સહાય આપવામાં આવે છે.સી.બી.જી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષ માં ત્રણેય સંસ્થા માં તેમજ ગામ માં 3 કરોડ જેટલી સહાય આપી વિદ્યાર્થીઓ ને ગુણવત્તા સભર શિક્ષણ તેમજ ટેકનીકલ શિક્ષણ મડી રહે તે હેતુસર વ્યવસ્થા કરવામાં આવી છે.સી.બી.જી ફાઉન્ડેશન દ્વારા જ્યારે જરૂરિયાત થાય ત્યારે થુવાવી ગામ ના લોકો ને મદદરૂપ થયા છે.અત્યારે કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી કોરોના થી જે પરિવાર માં વ્યક્તિ નું મૃત્યુ થયું હોય જરૂરિયાત હોય તેવા થુવાવી તેમજ આજુબાજુ ના ગામ ના પરિવારોને અનાજ કીટ અને 7000 રૂપિયા ની સહાય કરવામાં આવી તેમજ ગામ ના લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું તથા અમુક પરિવારો ને મેડિકલ ખર્ચ ની સહાય પણ કરવામાં આવી તેમજ થુવાવી પી.એચ.સી સેન્ટર માં ઇન્વેટર ભેટ આપવામાં આવ્યુ તેમજ કોરોના ની મહામારી માં જે પરિવાર માં હાલ કમાણી કરી શકે તેમ નથી અને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે તેવા 30 જેટલા કુટુંબને સવાર સાંજ મફત ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આવા ઉમદા કાર્ય ના દાતા શ્રીઓ નો થુવાવી કેળવણી મંડળ,તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

IMG_20210602_155624.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!