ગુજરાતનું ટેક્સટાઈલ સેક્ટર ગંદાપાણીના ફરી ઉપયોગ, સ્વચ્છ કેમિકલ્સ અને નવતર ટેકનોલોજીઓને પ્રોત્સાહિત કરીને આ ઉદ્યોગ માટે સીમાચિહ્ન સ્થાપી શકે છે

- ફેશન ઉદ્યોગ દ્વારા પાણીના પ્રદૂષણમાં વધતા સ્તર બાબતમાં જરૂર છે તાકિદના હસ્તક્ષેપ અને બહુધા-હિતધારકના જોડાણની
ટેક્સટાઈલ ઉદ્યોગમાં હિતધારકોના સમૂહ- ધ રેફેશન હબ દ્વારા સેન્ટર ફોર રિસ્પોન્સિબલ બિઝનેસ (સીઆરબી), એલાયન્સ ફોર વોટર સ્ટુઅર્ડશીપ એન્ડ વાયવોટર દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ આદરવામાં આવી છે. આ પાછળનો ઉદ્દેશ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સાતત્યપૂર્ણતા હાંસલ કરવાનો છે. ગુજરાત એ ભારતમાં સૌથી મોટા ટેક્સટાઈલ હબમાંનું એક છે, અને માટે જ સેન્ટર ફોર રિસ્પોન્સિબલ બિઝનેસ તથા ધ રેફેશન હબ દ્વારા નીતિ વિષયક ભલામણોનો સેટ પ્રસ્તુત કરાયો છે જે ગંદા પાણીના ફરી ઉપયોગ તેમજ હરિત કેમિકલ્સના ઉપયોગને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં પાણીના પ્રદૂષિત થવાના પ્રશ્નને ઉકેલી શકે છે.
આ ભલામણો અંગે સીઆરબીના ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ, સુશ્રી દેવયાની હરિએ આ ભલામણો અંગે જણાવ્યું હતું કે, “વ્યાપારી અગ્રણીઓએ જ અન્ય હિતધારકો સાથે સહયોગ સાધવામાં નેતૃત્વ લઈને સાતત્યપૂર્ણ જળ સંચાલન અંગે દીર્ઘકાલીન પરિદૃશ્ય કેળવવું જોઈએ- આનાથી લાંબા ગાળે સ્પર્ધાત્મક અને ટકાઉ બનવામાં મદદ મળશે. વસ્ત્ર અને ટેક્સટાઈલ ઉદ્યોગની ઉપયોગ તેમજ ગંદા પાણીના નિકાલ એમ બંને રીતે જળ સંસાધન પર નોંધપાત્ર અસર છે. અત્યંત ઝડપથી વધી રહેલી પાણીની અછત તથા જળ પ્રદૂષણના ઊંચા પ્રમાણને જોતાં, આ ઉદ્યોગે સાતત્યપૂર્ણ જળ સંચાલન માટે સાર્વત્રિક અભિગમ અપનાવવો જોઈએ. આને તીવ્રતમ ડેટા એકત્રીકરણ અને નિરીક્ષણ, વિવિધ પ્રકારના ઉદ્યોગો માટે કસ્ટમાઈઝ ઉકેલો, સ્વચ્છ કેમિકલ્સ તરફ ઝોક અને જળ કાર્યક્ષમ ટેકનોલોજીને ઈન્સેન્ટિવ આપીને હાંસલ કરી શકાય છે. આ બધા પર સૌથી વધુ ભાર મૂકવો એ જ વિવિધ હિતધારકો માટેની જરૂરિયાત છે જેથી એએન્ડટી ક્ષેત્રમાં જળ રક્ષણ પ્રણાલિઓને હંકારી શકાશે.
હાલ વિશ્વભરના પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક જળ પ્રદૂષણમાં ફેશન ઉદ્યોગનું યોગદાન 20% છે. ગુજરાત એ ભારતના ટેકનિકલ ટેક્સટાઈલ આઉટપુટમાં એક-ચતુર્થાંશ યોગદાન ધરાવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2019ના વાર્ષિક અહેવાલ અનુસાર, ગુજરાતમાં 70% જેટલું સપાટી પરનું અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. સુરત, અમદાવાદ, વડોદરા, ભરૂચ વગેરેમાંના ક્લસ્ટર્સ મોટાભાગે નદીઓ અને કેનાલોમાંથી પૂરા પડાતા સપાટી પરના જળનો ઉપયોગ કરે છે, અને ક્યારેક ભૂગર્ભજળનો પણ ઉપયોગ કરે છે. ટ્રીટમેન્ટ માટે સરકારના પ્રવર્તમાન નિયમનો હોવા છતાં હજારો ટેક્સટાઈલ મિલ્સનું ગંદુ પાણી સીધું નદીઓમાં જાય છે જેના કારણે ગુજરાતનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે.
આ સમસ્યાઓનો નિવેડો લાવવા સીઈટીપીની સ્થાપના દ્વારા ગંદા પાણીના સંચાલન અંગે પગલાં વધ્યા છે, પાણીના વપરાશને ઘટાડવા અને સ્વચ્છ કેમિકલ્સના ઉપયોગ વિશે ઉભરતી ટેકનોલોજી વિશે જાગૃતિમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. આમ છતાં આ નવતર પહેલોનું નિર્માણ કરીને વસ્ત્ર તથા ટેક્સટાઈલ ઉદ્યોગના વધુ સાતત્યપૂર્ણ જળ પદચિહ્ન અંગે પગલાંને વેગવાન બનાવવાની જરૂર છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં વર્તમાન ગંદા પાણીના ફરી ઉપયોગ વિશે નીતિ વિષયક અભિપ્રાયો મંગાવાયા હતા અને વિવિધ ઈન્સેન્ટિવનું મૂલ્યાંકન કરાયું હતું, જેના થકી જળ રક્ષણ દ્વારા હકારાત્મક પરિવર્તન આણી શકાય છે.
ઉદ્યોગ તથા નિષ્ણાતો સૂચવે છે કે ગંદા પાણીના ફરી ઉપયોગ અને જળ રક્ષણ એ જ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં સાતત્યપૂર્ણતા હાંસલ કરવાની ચાવી છે જેના માટે ઉકેલોને કસ્ટમાઈઝ કરવા ઉપરાંત સર્વે દ્વારા ડેટાનું અપડેશન અને ઉદ્યોગના નેતૃત્ત્વમાં સીમાચિહ્નો અને નિયમો સ્થાપિત કરી શકાય છે. એકંદરે ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા વધતા જળ પ્રદૂષણને નાથવા છ મોટી ભલામણો કરાઈ હતી. ગુજરાત સરકાર અન્ય ક્લસ્ટર્સમાં પણ સુરત મોડેલના અનુકરણની તકો શોધી રહી છે, અને આ રીતે તાજા પાણીના વપરાશને ઘટાડી શકાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્લ્ડ બેંક તરફથી તેના 11માંથી 3 સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને (એસટીપી) અપગ્રેડ કરવા રૂ. 3000 કરોડની લોન મળી છે.
હરિત કેમિકલ્સને પ્રોત્સાહિત કરવા, આ ઉદ્યોગની સાથે પરામર્શ દ્વારા ગુજરાત સરકાર ઝીરો ડિસ્ચાર્જ ઓફ હેઝાર્ડસ કેમિકલ્સ અને રિસ્પોન્સિબલ કેર જેવા સ્વીકૃત માપદંડોની રાહે ઓછા હાનિકારક કેમિકલ્સ અથવા નિયંત્રિત કેમિકલ્સની યાદી ઘોષિત કરવા વિચારી શકે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અગાઉથી જ ઉદ્યોગોને વધારાનું સંમતિ વર્ષ ઓફર કરી ચૂક્યું છે જે રિસ્પોન્સિબલ કેરને અનુસરે છે. સરકારે જળ રિસાઈક્લિંગ નિયમો ઘોષિત કરવા વિચારવું જોઈએ– 50% જેટલા ટેક્સટાઈલ ગંદા પાણીના રિસાઈક્લિંગ અથવા ક્લસ્ટર સ્તરે પાણીને પ્રોસેસ કરવાનું ફરજિયાત કરી શકે છે – દરેક ઉદ્યોગોમાં અને તેના અમલ માટે ઈન્સેન્ટિવ ઘોષિત કરી શકે છે. પ્રોસેસિંગ ક્લસ્ટર્સ નજીકના ભૂગર્ભજળ અને સપાટી પરના જળ સ્ત્રોતોના સતત નિરીક્ષણની જરૂર છે જેથી અનટ્રીટેડ કચરાને મુક્ત કરાય તો તેને શોધી શકાય અને તેનાથી ગુજરાતના ક્લસ્ટર્સના માટી અને જળાશયોના પ્રદૂષણને નાથવામાં, અને આ રીતે તેની સાતત્યપૂર્ણતા વધારવામાં મદદ મળી શકે.
પાણીના ફરી ઉપયોગ કેન્દ્રિત સર્વે દ્વારા પાણીના વધુ સારા ફરી ઉપયોગની ઉદ્યોગની જરૂરિયાતને સમજવામાં મદદ મળી શકે છે. ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી) દ્વારા એકત્ર કરાયેલા ડેટાથી જળ સંરક્ષણને પ્રોત્સાહિત કરવા વધુ સારા ઈન્સેન્ટિવ્સ અથવા નીતિઓ ઘડવામાં મદદ મળી શકે છે. આની સહાયતા માટે, જીઆઈડીસી, જીપીસીબી, ભૂગર્ભજળ ઓથોરિટી, સિંચાઈ વિભાગ તથા અન્ય ચાવીરૂપ હિતધારકોના સમાવેશ સાથે એક જળ સંરક્ષણ સમિતિની રચના થવી જોઈએ જેને ગુજરાતમાં જળ સાતત્યપૂર્ણતા પર હકારાત્મક અસર સર્જાવી શકે તેવા ક્રોસ-એજન્સી નિર્ણયો લેવા માટે જવાબદાર પણ ઠેરવી શકાય.
એસએમસીના ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, શ્રી ઈલ્યાસખાન પઠાણે પાંડેસરા ગ્રીન એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર વેલ્ફેર કોઓપરેટિવ સોસાયટી લિ.ના (પીએજીઆરઈડબ્લ્યુ) સહયોગથી એક અનોખો ઉકેલ રચવાનો પડકાર છેક 2013માં ઝીલીને કહ્યું હતું કે, “મ્યુનિસિપલ ગટરના પાણીનો ઉદ્યોગોમાં ઈનપુટ તરીકે ઉપયોગ કરવાનો વિચાર તે સમયે સાહસભર્યો હતો, કારણ કે અમે દેશમાં એવું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા હતા કે જેણે આનો પ્રયાસ કરીને હાંસલ કર્યું હોય. બહુધા હિતધારકો વચ્ચે સંખ્યાબંધ બેઠકો યોજીને આગળનો રસ્તો નક્કી કરાયો હતો, ” એમ શ્રી પઠાણે કહ્યું હતું.
સુરતના દૃષ્ટાંતો દર્શાવે છે કે બંને નિયમન અને બિઝનેસ મોડેલ્સ કે જેનો આધાર ટ્રીટમેન્ટ અને રિસાઈક્લિંગ પર છે તેના થકી જળ પ્રદૂષણને નાથવામાં સફળતા મળી શકે છે. હિતધારકો સાથે પરામર્શ કરીને એ સમજી શકાય કે જળ રિસાઈક્લિંગ લક્ષ્યોને હાંસલ કરવામાં વ્યાપારની જરૂરિયાતને શેનાથી બંને વ્યક્તિગત અને ક્લસ્ટર સ્તરે મદદરૂપ થઈ શકાય છે. એક જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ, કે જેમાં બ્રાન્ડ અને મોટા ખરીદનારા સરકાર સાથે હાથ મિલાવે તો તેનાથી ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગના હરિત ઔદ્યોગિકીકરણને સહાય મળી શકે છે.