સાબરકાંઠા SOG પોલીસે ગાંભોઇ વિસ્તારના કેનપુર ગામેથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

સાબરકાંઠા SOG પોલીસે ગાંભોઇ વિસ્તારના કેનપુર ગામેથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
Spread the love

સાબરકાંઠા SOG પોલીસે ગાંભોઇ વિસ્તારના કેનપુર ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ને પકડ્યો

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર ને રાજ્યમાં નશીલા પદાર્થોની બંદી સદંતર નેસ્ત નાબુદ કરવા તથા તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ રોકવા તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૨૧/૦૬/૨૦૨૧ દિન-૨૧ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ સ્પે. ડ્રાઇવ આપેલ છે જે અનુસંધાને ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબશ્રી,ગાંધીનગર એ એ.ટી.એસ.ચાર્ટર લગત તથા ડ્રાઇવ લગત કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી.નીરજ કુમાર બડગૂજર, એ આપેલ સુચના અન્વયે સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના પો.સ.ઇ.શ્રી.કે.કે.રાઠોડ, તથા એ.એસઆઇ. જયપાલસિંહ અર્જુનસિંહ તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા અ.હે.કોન્સ.મહેન્દ્રસિંહ ભૈરવસિંહ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ.રાજુભાઇ જયરામભાઇ તથા અ.હે.કોન્સ.સીતાબેન ભરતભાઇ તથા આ.પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ તથા આ.પો.કોન્સ. કિરીટસિંહ રજનીકાંતસિંહ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા ડ્રા.પો.કોન્સ.દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી. કચેરીએ હાજર હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ એન.ડી.પી.એસ.ની ખાનગી બાતમી આધારે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેનપુર ગામે રહેતા ભવાનસિંહ વીરસિંહ પરમાર ના રહેણાંક મકાનમાં વગર પાસ પરમીટનો ગેર કાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧.૩૧૦ કિ.ગ્રામ કિંમત રૂપિયા ૧૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તે આરોપી વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૪૨૧૦૬૯૩/૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો
આમ, સાબરકાંઠા એસ.ઓ.જી. ને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Screenshot_2021_0602_140759.png

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!