રાણપુરમાં RMP બેરીંગ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રાણપુરમાં RMP બેરીંગ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
RMP બેરીંગ કંપનીના ચેરમેન રાજેન્દ્રકુમાર મકવાણા અને મેનેજીંગ ડાયરેક્ટર મિતેનભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ..
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે બોટાદ જીલ્લાના રાણપુરમાં RMP બેરીંગ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.RMP બેરીગ કંપની અને રાણપુર સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.તેમાં ગુજરાત પોલ્લુશન કન્ટ્રોલ બોડ (GPCB)અધિકારી કૌશલભાઈ તથા રાણપુર ફોરેસ્ટ અધિકારી તથા RMP બેરીંગ કંપનીના ચેરમેન રાજેન્દ્રકુમાર મકવાણા અને મેનેજિંગ ડાયરેક્ટર મિતેનભાઈ મકવાણા માર્ગદર્શન હેઠળ વિવિધ જાતના વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.આ કાર્યક્રમમાં શીરીષભાઈ ગાલીયા,જયદીપભાઈ બેલાણી, રણજીતસિંહ ચુડાસમા,અમિશભાઈ ચાવડા તથા સ્ટાફ મિત્રો તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર રાણપુર તાલુકા સંયોજક મનસુખ મેર હાજર રહ્યા હતા.
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર