ડભોઇ M.G.V.C.L ના ધાંધિયા થી પરેશાન પ્રજા નો ઓફીસ પર હલ્લાબોલ તોડફોડ કરી

ડભોઇ M.G.V.C.L ના ધાંધિયા થી પરેશાન પ્રજા નો ઓફીસ પર હલ્લાબોલ તોડફોડ કરી
Spread the love

*ડભોઇ M.G.V.C.L ના ધાંધિયા થી પરેશાન પ્રજા નો ઓફીસ પર હલ્લાબોલ તોડફોડ કરી*

ડભોઇ નગર માં તેમજ તાલુકા ના ગામો માં છેલ્લા ઘણા દિવસો થી વારંવાર વીજળી ડુલ થવાની સમસ્યા સર્જયી રહી છે.વીજળી ડુલ થતા ડભોઇ એમ.જી.વી.સી.એલ ના કમ્પ્લેન નંબર પર ફોન કરતા કોઈ ફોન ઉપાડતું નથી.અને કોઈ જવાબદાર કર્મચારી ઓફીસ માં હાજર હોતો નથી.જેથી ડભોઇ તેમજ તાલુકા ના ગામો ની પ્રજા માં એમ.જી.વી.સી.એલ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ભર ઉનાળા માં બપોર ના સમય માં લાઈટો જતા લોકો ની હાલત કફોડી બની જાય છે.અને નાના બાળકો ને અસહ્ય ગરમી માં ખૂબ જ તકલીફ પડતી હોય છે.ગતરોજ ડભોઇ તાલુકા ના ગામ માંથી એક જાગૃત નાગરિક દ્વારા કમ્પ્લેન અર્થે ફોન કરતા એમ.જી.વી.સી.એલ ની ઓફીસ માંથી સાહેબ પાર્ટી માં છે એવો જવાબ મળતા જ ઓડિયો કલીપ વાયરલ થઈ હતી જે ઓડિયો ડભોઇ નગરમાં વાયુવેગે ફેલાતા ડભોઇ નગર અને તાલુકા ના ગ્રામજનો માં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.અને લોકો દ્વારા ડભોઇ એમ.જી.વી.સી.એલ ની ઓફીસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.અને ઓફીસ માં તોડફોડ કરી હતી.એક તરફ ગરમી માં પ્રજા ત્રસ્ત અને સાહેબ પાર્ટી માં મસ્ત હોવા ની વાત થી લોકો ઉશ્કેરાઈ લોકટોળાં ઓફીસ પર ઉમટી પડ્યા હતા .ત્યાર બાદ ડભોઇ પોલીસે ઘટના સ્થળે હજાર રહી પરિસ્થિતિ કાબુ માં લઇ લોકો ને સમજાવી ત્યાં થી રવાના કર્યા હતા.હાલ વાઇરલ થયેલ ઓડિયો સાચી કે કેમ એ પુષ્ટિ થઈ નથી પરંતુ છેલ્લા ઘણા સમય થી વીજ કંપની ના ધંધિયા થી ડભોઇ નગર તેમજ તાલુકા ની પ્રજા ખૂબ જ પરેશાન છે અને તેઓની ફરિયાદ સાંભળવા માટે કોઈ કમ્પ્લેન નંબર પર ફોન નથી ઉપાડતા અને રૂબરૂ ફરિયાદ કરવા જતાં કોઈ હાજર નથી હોતું.જેથી પ્રજા નો ગુસ્સો વ્યાજબી છે.હજારો રૂપિયા પગાર લઇ રાજા શાહી ભોગવતા સાહેબો જનતા ની પરેશાની ની અવગણના કરી પાર્ટીઓ માં મશગુલ હોય તેવા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પર સખત પગલાં લેવા જરૂરી છે.નહીં તો આગામી દિવસો માં પ્રજા ની ધીરજ ખૂટશે અને આવા બનાવો વધશે.

 

રિપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210606-WA0020.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!