વડિયા પોલીસ દ્વારા વડિયા ગામમાં થી પાંચ પતા પ્રેમીઓને જાહેર માં જુગાર રમતા ઝડપ્યા

વડિયા પોલીસ દ્વવારા વડિયા ગામમાં થી પાંચ પતા પ્રેમીઓને 11650/-ની રોકડ સાથે જાહેર માં જુગાર રમતા ઝડપ્યા
અગિયારસ પેહલા જુગારની બદી બાબતે વડિયા પોલીસ આવી એલર્ટ બની, એક્શન મોડ જોવા મળી રહી છે.
ગામડાઓ માં જુગાર ની બદી ડામવી જરૂરી પોલીસનું સરાહનીય કાર્ય.
વડિયા
કોરોના કાળ વચ્ચે ગેર કાનૂની ધંધા ને લગામ આપવા માટે વડિયા પોલીસ સતત એક્ટિવ મોડ માં જોવા મળે છે. વડિયા ગામ માં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બાતમી ના આધારે અમુક પતા પ્રેમીઓ વડિયા ના સુરગપરામાં આવેલા ખેતાણી સ્કૂલ પાસે સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા વડિયા પોલીસ ઇન્સ.એ.ડી.સાંબડ, એ.પી.બારીયા, પી. ડી. કલસરિયા, દસુભાઈ સરવૈયા સંહિત ના સ્ટાફ દ્વારા ચાલીને રેડ કરતા પાંચેય શખ્સોને ઝડપી પડ્યા હતા. જેમાં હનીફ ઈલિયાશ સાહમદાર, રાજેશ બટુક ગાદોયા, ઈમ્તિયાઝ અશરફ આદમાંણી, ઉમેદ ધરમસી પ્રપ્તાણી, જયરાજ રાવત બસિયા ને 11650/-ની રોકડ અને પતા સાથે ઝડપી પાડતા ગ્રામીણ વિસ્તાર માં ભીમ અગિયાર ના જુગારીઓ માં ફફડાટ વ્યાપ્યો હોય તેવી સ્થિતિ નુ નિર્માણ થયુ છે. જોકે તહેવાર માં આવી ગેરકાનૂની બદીઓ ડામવા વડિયા પોલીસ સક્રિય બનતા સામાન્ય લોકો માં રાહત અને શાંતિ જોવા મળી રહી છે.