પિકર દ્વારા ટિયર-2 અને 3 શહેરોના વિક્રેતાઓ માટે સપોર્ટ; 10+ પ્રાદેશિક ભાષાઓમાં ઓર્ડર પ્રોસેસ પ્રોસેસિંગની શરૂઆત

ઈ-કોમર્સ વિક્રેતાઓ અને ભારતના D2C બ્રાન્ડ્સ માટે શિપિંગમાં ક્રાંતિ લાવ્યા બાદ,અને તેઓનો નિશ્ચિત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે ઇન્ટેલિજન્ટ વેરહાઉસિંગ / ફુલફિલમેંટ સોલ્યુશન્સ ઓફર કર્યા બાદ,ઈ-કોમર્સ વ્યવસાયો માટે ભારતનો સૌથી મોટો લોજિસ્ટિક્સ અને શિપિંગ સોફ્ટવેર, પિકર ટિયર 2 ને 3 શહેરોના વિક્રેતાઓ માટે 10+ પ્રાદેશિક ભાષાઓમાં ઓર્ડર પ્રોસેસિંગ શરૂ કરે છે, જેથી વિક્રેતાઓને વધુ સગવડ થાય. આ નવું ફીચર કોઈ પણ વધારાના ખર્ચ વિના, નવા જમાનાના સ્થાનિક વેપારીઓ, હાઇપર લોકલ બિઝનેસ એગ્રીગેટર્સ અને વ્યક્તિગત હાઇપરલોકલ એપ્લિકેશન્સને આ ફીચરની મદદથી પોતાની સ્થાનિક ભાષામાં ઓર્ડરની વિગતો (ગ્રાહકનું નામ, સરનામું, વિ.)મેળવવા માટે સક્ષમ બનાવશે.
નાના વિક્રેતાઓ માટે ક્ષેત્રિય ભાષા સપોર્ટની શરૂઆત કરવા અંગે પિકરના સહ સંસ્થાપક અને CEO (સીઈઓ) રીતિમાન મજૂમદારે કહ્યું, “આ મહામારીમાં ઈ-કોમર્સમાં મોટો ઉછાળો આવ્યો છે. પણ ભારતના ટિયર 2 અને 3 શહેરોના વિક્રેતાઓને તેનો લાભ મળ્યો નથી. વિશેષ કરીને કોવિડ-19ની બીજી લહેર બાદ, ભાષા અવરોધને લીધે માંગમાં કમજોરી આવી ગઈ છે. તેમના વેપારને વિના વિક્ષેપ ચલાવવા માટે અને તેમણે વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગતિ પ્રદાન કરવામાં મદદ કરવા માટે અમે તેમણે ઓર્ડર ડેટા ઈનપુટ માટે, કોઈ પણ ભાષા અવરોધ વગર ઓર્ડર પ્રોસેસિંગની અનુમતિ આપી રહ્યા છીએ. એનાથી તેઓ પોતાના ગ્રાહકોનો અનુભવ વધારવા અને પહેલા સંભવ ન હતા તેવા અતિરિક્ત ઓર્ડર પ્રાપ્ત કરવા સક્ષમ થશે અને સાથે અમારા માટે પણ બજારના નવા અવસરો ખુલ્લા થશે.
અમને આશા છે કે અમારા ઓછામાં ઓછા 20% ગ્રાહકો 2021ના અંત સુધીમાં કોઈ ને કોઈ ક્ષમતાથી આ સુવિધાનો ઉપયોગ કરશે.” પિકર મોટા પાયે થતાં ઈ-કોમર્સ બિઝનેસ સાથે પોતાના વેરહાઉસિંગ / ફુલફિલમેંટ સેવાઓના મધ્યમથી પે-પર-યુઝ મૉડેલમાં નાના વોલ્યૂમના બ્રાન્ડ્સના વિક્રેતાઓ માટે લોજિસ્ટિક્સ અને ઇન્વેંટ્રી સોલ્યુશન્સ સુવ્યવસ્થિત કરી રહેલ છે. લોજિસ્ટિક્સ સેવાઓને ઇન્વેંટ્રીના ઇન્ટેલિજંટ અને ડાઇનેમિક એલોકેશનસાથે જોડીને વિકેતાઓ બેસ્ટ ડિલિવરી ટાઇમ પ્રાપ્ત કરી શકે છે અને તેમનો સરેરાશ ડિલિવરી ટર્ન અરાઉંડ ટાઇમ લગભગ 20% સુધી ઘટાડીને એકંદર લોજિસ્ટિક્સ ખર્ચ 10-30% સુધી ઘટાડી શકે છે. આનાથી જ્યારે તેઓ શિપ કરે ત્યારે જ પેમેન્ટ કરે એવી અનુમતિ તેમને મળે છે.