ન્યૂહોલેન્ડ એગ્રીકલ્ચર દ્વારા તેનાં મશીનો પર વૉરન્ટીની મુદતમાં 60 દિવસનો વધારો

સીએનએચ ઇન્ડસ્ટ્રિયલની બ્રાન્ડ ન્યૂહૉલેન્ડ એગ્રીકલ્ચરએ તેનાં મશીનો પર વૉરન્ટીની મુદત 60 દિવસ માટે વધારી છે, જેની વૉરન્ટી 1 મે 2021 થી 30 જૂન 2021 વચ્ચે સમાપ્ત થવાની છે.તેની ‘વી કેર ફોર યૂ!’ પહેલ દ્વારા પોતાના ગ્રાહકોનો આર્થિક બોજ ઘટાડીને તેમને એક પરેશાનીમુક્ત અનુભવ કરાવવા ઇચ્છે છે. 60 દિવસ માટે વધારેલી વૉરન્ટી દ્વારા સમગ્ર ભારતમાં અનેક ગ્રાહકોને લાભ થશે.
શ્રી કુમાર બિમલ, ડાયરેક્ટર-સેલ્સ, ઇન્ડિયા તથા સાર્ક, ન્યૂહૉલેન્ડ એગ્રીકલ્ચરએ આ યોજના પર ચર્ચા કરતાં કહ્યું, “ અમે આ અભૂતપૂર્વ સમય દરમ્યાન કિસાનોની પીડા તથા તેમની સામે આવનારી મુશ્કેલીઓ સમજીએ છીએ. વધારવામાં આવેલ વૉરન્ટી તેમને મદદ કરવા તથા તેમનો આર્થિક બોજ ઓછો કરવાની દિશામાં એક પગલું છે. અમે ગયા વર્ષે પણ આ જ રીતે વૉરન્ટી વધારવાની જાહેરાત કરી હતી અને તે જાણીને આનંદ થયો કે તે અમારા અસંખ્ય ગ્રાહકોને મદદરૂપ થઇ. અમારા ચેનલ પાર્ટનર તથા સર્વિસ સેન્ટર હાલની પરિસ્થિતિઓમાં પણ કુશળ સેવાઓ આપવા માટે સારી રીતે સજ્જ છે. અમને આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઇ જશે અને અમારા કૃષિમિત્રોને પાકનો સારો ઉતારો મળશે અને તેઓ સમૃદ્ધ બનશે.”
ન્યૂહૉલેન્ડ બહેતર ટેકનોલોજી ધરાવતાં ટ્રેક્ટરોની વિશાળ રેન્જની સાથોસાથ ખેતર તૈયાર કરવાથી શરૂ કરીને કાપણી પછીનાં કાર્યો જેવાં કે સાંઠી તથા ચારા સંબંધિત ઉપકરણો, પ્લાન્ટર્સ, બેલર, સ્પ્રેયર તથા ખેડ માટેનાં ઉપકરણોની સંપૂર્ણ રેન્જ પ્રસ્તુત કરે છે. ન્યૂહૉલેન્ડ બ્રાન્ડની ટ્રેક્ટર રેન્જમાં નવીનતમ ટેકનોલોજી તથા શક્તિશાળી અને ઇંધણ કાર્યક્ષમ એન્જિન છે.આ જ કારણસર ન્યૂહૉલેન્ડ કિસાનોની પસંદ બની રહી છે. બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ 5 લાખ ટ્રેક્ટરોનું કુલ વેચાણ કરવામાં આવ્યું છે તથા ભારતમાં ન્યૂહૉલેન્ડનું 1,000 થી વધુ ગ્રાહક સેવા કેન્દ્રોનું વિકસતું નેટવર્ક છે. ન્યૂહૉલેન્ડ કસ્ટમર કેર સેન્ટર સમગ્ર ભારતમાં ગ્રાહકોને હિન્દી તથા અંગ્રેજી સહિત દસ ભાષાઓમાં મદદ કરે છે તથા ગ્રાહક ટોલ ફ્રી નંબર 1800-419-0124 દ્વારા કંપનીનો સંપર્ક કરી શકે છે.