ડભોઇ ઝારોલાવાડી ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ડભોઇ ઝારોલાવાડી ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Spread the love
  • અમેરિકા સ્થિત ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન સંસ્થા દ્વારા 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા.

અમેરિકા ના પર્લિન(ન્યુ જર્સી) સંચાલિત શ્રી ભક્તિ નિધિ ઇન્કોર્પોરેશન સંસ્થા દ્વારા ડભોઇ ખાતે ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત સંસ્થા એ 101 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોક સેવામાં ફાળવ્યા છે. જેનું લોકાર્પણ ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન બેન્કનો ઉદ્દેશય એ છે મેં કોરોનાની મહામારીમાં ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને રિકવરી આવ્યા બાદ પણ ઓક્સિજન આપવાની જરૂરિયાત રહેતી હોય છે તે માટે અમેરિકા માં રહેતા આપના ડભોઇ બહાદરપુર સંખેડાના મૂળ ભારતીય નિવાસીઓ સંચાલિત શ્રી ભક્તિનિધિ ઇન્કોર્પોરેશન કે જે ન્યુજર્સી અમેરિકામાં 3 વૈષ્ણવ હવેલીઓ, વડોદરામાં શ્રીનાથજી હવેલી તથા ડભોઇ તાલુકા ના કોઠારા ગામે શ્રી રણછોડરાયજીના મંદિરનું સંચાલન કરે છે.

આ સંસ્થા ના ચેરમેન શ્રી પંકજભાઈ શેઠ તેમજ ટ્રસ્ટીઓ ના સનિષ્ટ પ્રયત્નો દ્વારા વિદેશ માં વસતા મૂળ ભારતીય નિવાસીઓ પાસે થી માતબર દાન મેળવી ડભોઇ તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માટે કુલ 101 કોન્સન્ટ્રેટર મશીનો નું આયોજન કરેલ છે.જે નું આજરોજ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યાં ઝારોલા સમાજના આગેવા શ્રી એચ. વી. શાહ, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, ડો મહેન્દ્રભાઈ પટેલ, ડભોઇ ભાજપ પ્રમુખ ડો.સંદિપભાઈ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાજલબેનદુલાણી, જીલ્લાકેળવણી મંડળ પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ અને ડભોઈ નગરના વિપક્ષી આગેવાનો,સાથે સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

IMG-20210617-WA0022-0.jpg IMG-20210617-WA0023-1.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!