ડભોઇના ચાંદોદ ખાતે GRD જવાનોનું ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ચાણોદ પોલીસ સ્ટેશન ખાતે હાલ કોરોનાની મહામારીને પગલે ખડેપગે રહેલા જીઆરડી જવાનો નુ ફ્રી મેડીકલ ચેકઅપ રાખવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાયો હતો. મેડિકલ ચેકઅપમાં કુલ ચાંદોદ યુનિટમાં જીઆરડી જવાનો ૧૮૦ હોય પરંતુ આજે ૧૦૦ ઉપરાંત જીઆરડીનું ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બી.પી, ઓક્સિજન વગેરે જેવી બીમારીઓનું તપાસ કરવામાં આવ્યું હતું.
જેમાં કોઈ પણ જવાનું મેડિકલ ચેકઅપ દરમ્યાન કોઈપણ રોગ જણાશે તો તેની તાત્કાલિક તે રોગનું નિદાન કરવામાં આવશે. આ મેડિકલ ચેકઅપ માં દરેક જવાનો એ ઉત્સાહપૂર્વક તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત બાકી રહેલ જીઆરડી જવાનોને આવતીકાલે તે લોકોને પણ આ જ રીતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મન્સૂરી, શૈલેષ ભટ્ટ તેમજ ચાણોદ આરોગ્ય વિભાગનો મેડિકલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં જીઆરડીઓ જવાનોએ પોતાનો મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)