ટ્રુ કોલરને નોંધપાત્ર નવી ક્ષમતાઓ સાથે એન્ડ્રોઇડ પર અપડેટ કરવામાં આવ્યું

ટ્રુ કોલરને નોંધપાત્ર નવી ક્ષમતાઓ સાથે એન્ડ્રોઇડ પર અપડેટ કરવામાં આવ્યું
Spread the love
  • યૂઝર અનુભવમાં વધારો કરવા માટે ગ્રુપ કોલીંગ, સ્માર્ટ એસએમએસ અને ઇનબોક્સ ક્લિનરની બાંયધરી

કોલર આઇડી અને સ્પામ શોધી કાઢવાના પૂરક એવા ટ્રુકોલરે યૂઝર અનુભવમાં વધારો કરવા માટે નવા ફીચર્સ લાવી રહી છે. આ નવા ફીચર્સમાં ગ્રુપ વોઇસ કોલીંગ, સ્માર્ટ એસએમએસ અને ઇનબોક્સ ક્લિનરનો સમાવેશ થાય છે. તેમાંના દરેક યૂઝરના પ્રતિભાવ પર આધારિત છે અને તેની ડિઝાઇન અમારા ગ્રાહકોની વિકસતી જતી જરૂરિયાતોને સંતોષવા માટે કરવામાં આવી છે. ગ્રુપ વોઇસ કોલ્સ સાથે ગ્રાહકો સરહદ પારના વોઇસ કોલ્સ એક સાથે આઠ લોકો સાથે કરી શકે છે. જ્યારે સ્માર્ટ એસએમએસ અસંખ્ય નવા ફીચર્સ રજૂ કરે છે જેની ડિઝાઇન દૈનિક સંદેશાવ્યવહારને વધુ સરળ બનાવવા માટે કરવામાં આવી છે. અને અંતે, ઇનબોક્સ ક્લિનર ગ્રાહકોને વણવપરાયેલા સંદેશાઓ દૂર કરીને સ્પેસ છૂટી કરવામાં મદદ કરે છે.

નવા ઉમેરણો પર ટિપ્પણી કરતા ટ્રુકોલરના ભારત ખાતેના એમડી રિશીત ઝૂનઝૂનવાલાએ જણાવ્યું હતુ કે, “અમે અમારા યૂઝર્સની વિકસતી જતી જરૂરિયાતો પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને નવીન ઉકેલો સાથે તે જરૂરિયાતોને સંતોષીએ છીએ. આ ફીચર્સ અમને અમારા મિશન સંદેશાવ્વહારને વધુ સુરક્ષિત બનાવવા અને દરેક માટે વધુ કાર્યક્ષમ બનાવવાની નજીક લાવે છે. ટ્રુકોલર શક્તિશાળી સંદેશાવ્યવહાર કેન્દ્રમાં વિકસ્યુ છે અને જે લોકો આ એપને મહત્તમ રીતે ઉપયોગ કરવા ધારે છે તેમના માટે આ ફીચર મૂલ્યમાં સુંદર ઉમેરો કરશે. ગ્રુપ વોઇસ કોલીંગ, સ્માર્ટ એસએમએસ અને ઇનબોક્સ ક્લિનર સાથે ગ્રાહકો જોડાયેલા રહેવાના દેખીતા લાભોનો વધુ અસરકારક રીતે ફાયદો ઉઠાવવા સક્ષમ બનશે, તેમજ મેસેજીંગ સર્વિસનો ઉપયોગ કરીને અગત્યની માહિતી મેળવી શકશે અને છેલ્લે ઇનબોક્સ ક્લિનર મોબાઇલ ફોનની સ્પેસની બચત કરશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!