ધર્માંતરનો સંબંધ આતંકવાદ સાથે અને દેશવ્યાપી હોવાથી તેની તપાસ ‘એનઆયએ’ પાસે સોંપો ! : હિંદુ જનજાગૃતિ સમિતિ

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના એક હજાર હિંદુઓનું ધર્માંતર કરનારા બે મૌલવીઓની ધરપકડ કરવામાં આવ્યા પછી તેમનો પાકિસ્તાનની ‘આય.એસ.આય.’ ગુપ્તચર સંગઠન દ્વારા અર્થપુરવઠો થતો હોવાનું તપાસ દરમિયાન ઉજાગર થયું છે, તેમજ આ ધર્માંતરનાં જાળા ઉત્તરપ્રદેશ સાથે જ દિલ્લી, મહારાષ્ટ્ર, હરિયાણા અને કેરળ રાજ્યોમાં પણ ફેલાયું હોવાનું ઉજાગર થયું છે. કેટલાક સમય પહેલાં કેરળમાંની ચાર મહિલા સાથે જ કેટલાક પુરુષો ‘ઇસિસ’માં સહભાગી થયા હતા, તે સર્વ ધર્માંતરિત જ હતા. સરવાળે જોતાં આ દેશવ્યાપી ધર્માંતરનો સંબંધ આતંકવાદી કાર્યવાહીઓ અને ‘આય.એસ.આય.’ સાથે હોવાથી તેની ઊંડાણથી તપાસ ‘રાષ્ટ્રીય તપાસ યંત્રણા’ દ્વારા (એન.આય.એ. દ્વારા) થવી જોઈએ, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.
આ પહેલાં પણ કેંદ્ર સરકારે પ્રતિબંધિત કરેલા મુંબઈના ડૉ. ઝાકીર નાઈકના ‘ઇસ્લામિક રિસર્ચ ફાઊંડેશન’ના બે સદસ્યોની આતંકવાદવિરોધી પથકે ધરપકડ કર્યા પછી તેમણે 700 હિંદુઓનું ધર્માંતરણ કર્યું હોવાનું ઉજાગર થયું હતું. તેમણે પ્રલોભનો આપીને તેમજ બુદ્ધિભેદ (બ્રેઈનવૉશ) કરીને ધર્માંતરણ કર્યું હતું. આજે દેશમાંના અનેક રાજ્યોમાં ધર્માંતર પ્રતિબંધ કાયદો કરેલો છે; તેમ છતાં પણ ધર્માંતરના માધ્યમ દ્વારા દેશવિરોધી કાર્યવાહીઓ કરવામાં આવતી હોય અને આતંકવાદ અંકિત કરવામાં આવતો હોય, તો તેને નિયંત્રિત કરવા માટે મોદી સરકારે દેશસ્તર પર કઠોર એવો ધર્માંતર વિરોધી કાયદો કરવો જોઈએ.
ધર્માંતરના ષડ્યંત્રમાં સહભાગી થયેલાઓને ‘આય.એસ.આય.’ દ્વારા, તેમજ દેશવિદેશમાંથી પૈસા મળતા હતા. આવા સર્વેની સંપત્તિ જપ્ત કરીને તેમના પર ‘રાષ્ટ્રીય સુરક્ષા કાયદા’ અંતર્ગત કાર્યવાહી કરવાના હોવાનું ઉત્તરપ્રદેશ સરકારે જાહેર કર્યું છે. તેનું અમે સ્વાગત કરીએ છીએ. આ રીતે જ દેશસ્તર પર પણ કેંદ્ર સરકારે કઠોર કાર્યવાહીનો પ્રારંભ કરવો, એવી માગણી શ્રી. રમેશ શિંદેએ કરી છે.