દેશની શાસનવ્યવસ્થા વિરોધમાં હોવાથી છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ તરુણોને શીખવવામાં આવતો નથી ! સુરેશ ચવ્હાણ

આજે મહારાષ્ટ્ સિવાય સમગ્ર દેશમાંના એક પણ રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ શીખવવામાં આવતો નથી. રાષ્ટ્રીય સ્તર પર કેંદ્ર સરકારની ‘રાષ્ટ્રીય શૈક્ષણિક અને સંશોધન પ્રશિક્ષણ સંસ્થા’ અર્થાત્ એન્.સી.ઇ.આર્.ટી. અડધા પાના કરતાં અધિક ઇતિહાસ શીખવવા માટે સિદ્ધ નથી. મા. વડાપ્રધાન શ્રી. નરેંદ્ર મોદીને કારણે ગુજરાતમાં, જ્યારે મા. શ્રી. યેડીયુરપ્પાને લીધે કર્ણાટક રાજ્યમાં થોડું ઇતિહાસ વધારવામાં આવ્યું છે; પણ દેશમાં શિવછત્રપતિના વિચારો પતાવી દેવાનું કારસ્તાન ચાલુ છે. દેશની શાસનવ્યવસ્થા ‘છત્રપતિ શિવાજી મહારાજ આદર્શ હિંદુ રાજા હતા’ આ વાત દેશના તરુણોને શીખવવા નથી દેતી !
આજે દેશમાં છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યના સોગંદ લીધા પહેલાં જેવી સ્થિતિ હતી, તેવી સ્થિતિ છે. કેવળ શિવરાજ્યાભિષેક દિવસના નિમિત્તે હિંદુ સામ્રાજ્ય દિન’ ઊજવીને કાંઈ ઉપયોગ નથી. કાશી–મથુરા મુક્ત કરવાનો શિવાજી મહારાજનો સંકલ્પ હતો. છત્રપતિ શિવાજી મહારાજના વિચાર કૃતિમાં લાવવા હોય તો આ દેશને હિંદુ રાષ્ટ્ર કર્યા સિવાય કોઈ પયાર્ય નથી, એવું સ્પષ્ટ પ્રતિપાદન ‘સુદર્શન ન્યુઝ’ના સંપાદક શ્રી. સુરેશ ચવ્હાણકેએ કર્યું. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ આયોજિત ‘શિવરાજ્યાભિષેક દિવસ : હિંદુ રાષ્ટ્ર સંકલ્પ–દિન’ આ ઑનલાઈન વિશેષ પરિસંવાદમાં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ સમિતિના સંકેતસ્થળ HinduJagruti.org, યુ–ટ્યૂબ અને ટ્વીટર દ્વારા 3,202 લોકોએ પ્રત્યક્ષ નિહાો.
આ સમયે બોલતી વેળાએ સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજે પાંચ ઇસ્લામી આક્રમકોને સંપુષ્ટ કરવા માટે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. તેમણે રાજ્યાભિષેક કરીને ભાષા પુનર્જીવિત કરી. પોતાનો રાજ્યવ્યવહારકોશ સંસ્કૃત ભાષામાં લઈ આવ્યા. રાજ્ય સંસ્થાપનને તેમણે ધર્મ સંસ્થાપનું સ્વરૂપ આપ્યું. એનાથી ઊલટું વર્ષ 1947માં આપણને સ્વતંત્રતા મળી; પણ રાજ્ય સંસ્થાપના થઈ નહીં, એવું કહી શકાય; કારણકે બ્રિટિશોએ ક્રાંતિકારીઓને દબાવવા માટે નિમાર્ણ કરેલો ‘ઇંડિયન ગવ્હર્નન્સ ઍક્ટ 1935’ આ રાજ્યબંધારણની પ્રસ્તાવનામાં જ અંતર્ભૂત કર્યો છે. ‘ગુરુકુલ પરંપરા’ બંધ પાડવા માટે કાયદો કરીને ચાલુ કરેલી મેકૉલેની શિક્ષણપદ્ધતિ હજી પણ ચાલુ છે.
અરબી, અંગ્રેજી આક્રમકોએ આપરા રસ્તાઓ તેમજ વાસ્તુને આપેલા નામો આપણે પાલટેલા નથી. આ સમયે વિશ્વ હિંદુ પરિષદના પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રાંત કાર્યકારી સદસ્ય શ્રી. વિવેક સિન્નરકરે કહ્યું કે, 450 વર્ર્ષોે પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ હિંદવી રાજ્ય સ્થાપના કરવા માટે કોઈને પણ પૂછવા ગયા નહોતા. ઔરંગઝેબ, આદિલશાહ, કુતબશાહ ઇત્યાદિ મુગલ રાજાઓની અનુમતિ લીધી નહોતી. થોડાસા માવળાઓને ભેગા કરીને સોગંદ લીધા. ત્યાર પછી પોતાનું સૈન્ય, શસ્ત્રાગર, આરમાર, હિંદુઓના પાડી નાખેલા મંદિરો અને હિંદવી સ્વરાજ્ય નિર્માણ કયુર્ં. આ આદર્શ હિંદુઓએ લેવો જોઈએ. આજે પણ આપણે આ એક ધ્યેય માટે સંગઠિત થઈએ તો આ દેશને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી શકીએ. આ કરવા માટે આપણને કોઈ રોકી શકશે નહીં.
શ્રી. રમેશ શિંદે
રાષ્ટ્રીય પ્રવક્તા
હિંદુ જનજાગૃતિ સમિતિ