સાબરકાંઠા જિલ્લા ના પ્રભારી મંત્રી ના હસ્તે આંગણવાડીના ૬ બાળકોને પ્રતિકાત્મક રૂપે ગણવેશ વિતરણ કરાશે,

સાબરકાંઠા જિલ્લા ના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આંગણવાડીના ૬ બાળકોને પ્રતિકાત્મક રૂપે ગણવેશ વિતરણ કરાશે,
જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ૨૯ જૂન ૨૦૨૧ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે પોળો હોલ કલેકટર કચેરી ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે: સાંસદ,ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા, મહિલા અને બાળ યુવા પ્રવૃતિ સા.કાંના ચેરમેન હાજર રહેશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના તમામ બાળકો માટે ગણવેશ વિતરણનો સાબરકાંઠા જિલ્લા કક્ષાએ કાર્યક્રમ તારીખ ૨૯-૦૬-૨૦૨૧ને મંગળવાર ના રોજ ૧૦-૩૦ કલાકે કલેકટર કચેરી પોળો હોલ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાશે.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને બાળકોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન કરશે.
સહકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ જિલ્લાના તમામ ૩ થી ૬ વર્ષના બાળકોને ગણેવેશ આપવાનો કાર્યક્રમ યોજાશે.
જેમાં પ્રતિકાત્મક રૂપે ૬ બાળકોને તેમના હસ્તે ગણવેશ અર્પણ કરાશે સાથે બાળકો દ્વારા કરવામાં આવેલા સર્જનાત્મક કાર્યોની ફોટો ફ્રેમ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને મહાનુભવો દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવશે.
આ પ્રસંગે સાબરકાંઠા લોકસભાના સાંસદ દિપસિંહ રાઠોડ રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિહ પરમાર, ઈડરના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ યતિનબેન મોદી તથા સાબરકાંઠા જિલ્લાના મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન રેખાબેન ઝાલા ની પ્રેરક ઉપસ્થિત રહેશે.
સાબરકાંઠા જિલ્લાના ૩ થી ૬ વર્ષના ૨૭૧૯૮ કુમાર અને ૨૬૧૯૫ બાળકો મળી કુલ ૫૩૩૯૩ બાળકોને ગણવેશની જોડી આપવામાં આવશે.
તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ની ધ્યાનમાં રાખી સોશિયલ ડિસટન્ટનું ગાઇડ લાઇનનું પાલન કરી યુનિફોર્મ વિતરણ કરાશે તેમ જિલ્લા વહીવટીતંત્ર અને આઈ સી ડી એસ દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા