પ્રધાનમંત્રી આદર્શ ગ્રામયોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિકાસના કામોનું ઇ-ખાત મૂહૂર્ત કરાશે

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામયોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં   વિકાસના કામોનું ઇ-ખાત મૂહૂર્ત કરાશે
Spread the love

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામયોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર તાલુકામાં પસંદ કરાયેલા ગામોના વિકાસ કામોનું ઇ-ખાત મૂહૂર્ત કરાશે.

સાબરકાંઠા જિલ્લાના પાંચ ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ કલ્યાણની ખાસ જોગવાઇ અને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અન્વયે ફાળવેલ ગ્રાન્ટમાંથી આદર્શ ગ્રામ યોજનામાં હિંમતનગર તાલુકાના ભાદરડી,સઢા અને કુંપ તેમજ ઇડર તાલુકાના મહિવાડા અને ઇસરવાડા મળી કુલ પાંચ ગામો પસંદગી પામ્યા છે. આ કાર્યક્રમો સબંધિત ગામોમાં યોજાશે. આ વિકાસ કામોને વધાવવા જે તે ગામના અગ્રણિઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહીને ખાત મૂહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.
આ યોજના અન્વયે રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ રમણભાઇ પરમાર દ્વારા તારીખ ૨૯/૦૬/૨૦૨૧ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગાંધીનગરથી ઇ-ખાતમૂહૂર્ત કરવામાં આજનાર છે. જે વિકાસના કામો થકી ગ્રામજનોને સુખાકારીમાં વધારો થશે તેમ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ સાબરકાંઠાની એક ખઅબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!