અધૂરા માસે જન્મેલાં બાળકોને બચાવવા શારદાબેન હોસ્પિટલમાં હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

અધૂરા માસે જન્મેલાં બાળકોને બચાવવા શારદાબેન હોસ્પિટલમાં હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે
Spread the love

માત્ર 6 કે 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને અત્યંત આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી છે. શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ મહિને આવા 10 થી વધુ બાળકોને સારવાર મળી રહેશે.

શારદાબેન હોસ્પિટલમાં પ્રતિ માસ 200થી વધારે સગર્ભાની સારવાર થાય છે. જેમાં 10 જેટલા કિસ્સામાં 6 થી 7 મહિને બાળકોનો જન્મો થતો હોવાના કિસ્સા બને છે. આ રીતે જન્મેલા બાળકને જો સામાન્ય વેન્ટિલેટર પર રાખવામાં આવે તો તેની બચવાની શક્તા ઘણી ઓછી હોય છે. ક્યારેક તેના ફેફસાંને પણ નુકસાન થઇ શકે છે. ગર્ભમાં બાળક પાણી પી જાય ત્યારે તેની સ્થિતિ વધુ ચિંતાજનક બનતી હોય છે. આવી સ્થિતિમાં જન્મેલા બાળકને હાઇબ્રિડ વેન્ટિલેટર પર લેવામાં આવે તો તેની બચાવની શક્યતા વધી જાય છે.

હાઇબ્રિડ વેન્ટિલેટર ખરીદવા માટે મ્યુનિ.એ બહાર પાડેલા ટેન્ડરમાં 31.44 લાખની કિંમતના જર્મન બનાવટના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું. જે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે. આ પ્રકારના હાઇબ્રિડ વેન્ટિલેટરની આવશ્યકતા પૂરી થાય તો ઓછા પ્રેસરથી ઓક્સિજનનો સપ્લાય મળી રહે છે અને બાળકના ફેફસાંને નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!