મધ્યમ વર્ગના 85 કરોડ વ્યક્તિઓનો તારણહાર કોણ બનશે…?

મોંઘવારી કૂદકેને ભુસકે વધી રહી છે 35 રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલ આપવાવાલાના રાજમા પેટ્રોલ 135 રૂપિયા પર જઈ રહ્યું છે કોરોનાના કપરા કાલમાં પણ કેન્દ્ર સરકારે અને રાજ્યસરકારે કરોડો રૂપિયા વેટના નામે ખંખેરી લીધા છે હજુ આ લૂંટ ચાલુ છે પેટ્રોલ ડીઝલને જી એસ ટી હેઠળ લાવવાની તાતી જરૂર છે. રાંધણ ગેસમા સબસીડી ક્યારે ખલાસ કરી નાખવામા આવી 430 રૂપિયાવાલો બાટલો 840 રૂપિયા પરથી 1000 રૂપિયા થવાની તૈયારીમા છે વરસાદને કારણે ખેતીને નુકસાન થતા શાકભાજીના ભાવ વધશે અનાજ મા 25 ટકા ભાવ વધારો થશે અનાજના ભાવ વધતા લોટનો ભાવ વધશે.
ગરીબ અને મધ્યમ વર્ગ જેમ તેમ કરી ગાડુ ગબડાવતા હતાં એમાં વેપાર નોકરી કામ બઁધ થતા હવે મધ્યમવર્ગ નાબૂદ થઇ ગયો એ પણ હવે ગરીબમા ગણાવાય એમ છે ભારતમા હવે 80 ટકા ગરીબ અને 20 વર્ગ અમીર એમ બે જ વર્ગ રહ્યા છે મધ્યમ વર્ગ સાવ ખલાસ થઇ ગયો. હવે આ 80 ટકા વર્ગની ભોજનની થાળીમા એક પણ વસ્તુ મોંઘવારીના મારથી બાકી રહી નથી ખાધતેલ શાકભાજી ગેસ અનાજ કઠોળ લોટ બધુ મોંઘુ થઇ રહ્યું છે હવે ગૃહિણીનું બજેટ ખોરવાસે એમાં પાછા મકાનના ભાડા દુકાનના ભાડા ઘરના દુકાનના લાઈટ બિલ પેટ્રોલનો ભાવવધારો $//એમાં પાછુ બાળકોની સ્કૂલ ફી નું ટેન્શન માબાપ ક્યાં ક્યા થીગડાં મારે?
એમા પાછુ શિક્ષીત યુવાનો પાસે કામ નથી ચા તમાકુ સુધીતો ઠીક પણ યુવાનો હવે ડ્રગ્સના રવાડે ચડ્યા છે ડ્રગ્સ યુવાનોની આખી જિંદગી ખલાસ કરી તો નાંખે છે આખો પરિવાર હેરાન પરેશાન થઇ જાય છે આપણે યુવાનોને યોગ્ય કામ આપી શક્યા નથી એ એક હકીકત છે આમાંથી યુવાનોને કોણ બચાવશે? નકલી દૂધ નકલી મીઠાઈઓ લાકડાના વેરવાલા મરી મસાલા ખાધતેલમા મિલાવટ નકલી રેડીમેસવર નકલી દવાઓ નકલી ઈન્જેકશનો અને ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમા નકલી વેક્સીન આમાં સમજ જ પડતી નથી કે અસલી શુ છે? કેટલી વ્ય4ક્તિઓને આપણા કાયદા કાનૂનનો કોઈ ડર ખોફ જ નથી આ લોકો કાયદા કાનૂનને કેમ માનતા નથી? આ લોકો ઝટ કમાવાની લાલચમા ભારતીયોની જિંદગી સાથે રમત કરે છે એમને રોકનાર કોઈ નથી.
તમે વિચારો આપણા કોઈ ઓળખીતાને ભગવાન ના કરે અને આવી કોઈ જરૂર પડે અને પરિવારવાલા ગમે ત્યાથી રૂપિયાનો મેળ કરી નકલી ઈન્જેકશન દર્દીને આપે અને પેલા દર્દીનું મોત થાય તો જવાબદાર કોણ ? આજે 17 મહિનાથી સરેરાશ 10 થી 15 હજાર ઘરમા લાવી પરિવારનું ભરણપોસણ કરનારા પરિવારના મોભી પાસે કામ નથી આવક નથી તો પોતાના પરિવારના પાચ સભ્યોને કેવી રીતે ખવડાવે ? આ લોક ડાઉન અને કરફયુએ બધાની હાલત ખરાબ કરી નાખી છે સામાન્ય ચા નાસ્તો વેચી સાંજ પડતા 400/500 કમાઈ લેતાની લારી કેબીન બઁધ છે રીક્ષાવાલા બચતની રીક્ષાવાલા આજે દોઢ વરસથી કેવી રીતે ઘર ચાલવતા હસે?
નાના બુટ ચપલ કટલેરી કપડા વેંચતાની દુકાનો 18 મહિનાથી બઁધ છે ધાર્મિક સ્થાનો બઁધ રહેતા ફૂલવાલા હારવાલા બેકાર છે વ્રતની ભજનની ચોપડી વેચવાવાલા શુ કરતા હશે? સાકર કકું શ્રીફળ વેચતા પરિવારોનું શુ? મંડપવાલા ડેકોરેશનવાલા લાઇટિંગવાલા બેકાર છે કેટરર્સવાલાનો વેપાર બઁધ છે પાનબીડીના ગલ્લા બઁધ હતાં માર્કેટમા કામ કરતા કારીગરોનું શુ? હમાલો પોટલાં ઉંચકી બે રૂપિયા કમાતાનું શુ? ટેમ્પોવાલા નું શુ? નાની મોટી ટુરના આયોજકો નું શુ? આવા અનેક નાના મોટા કામ વેપાર કરવાવાલા વિશે કોણ વિચારશે? માસ્ક અને ટ્રાફિકના નિયમોંથી કરોડોનો દંડ ઉઘરાવી તિજોરી ભરનાર માત્ર કાગળ પર પેકેજોથી ક્યા સુધી પ્રજાને ગુમરાહ કરશે ?
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા (સુરત)