ગુજરાત સરકારી અનાજ કૌભાંડ ની તપાસ શરૂ

ગુજરાત રાજ્ય માં થયેલા સસ્તા અનાજની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને રાહત નું અનાજ નું અંગુઠા વગર ઉપાડી લેવાની ટેકનીક સામે આવી છે જે પણ અનાજ કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાના અનાજ ની દુકાન ચલાવતા એફપીએસ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે તપાસ ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવશે.પુરવઠા અધિકારી એસ.જે ચાવડા એ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધાર બેજ સોફ્ટવેર હોઈ છે. એના આધારે કેટલાક લોકોએ સોફ્ટવેર બનાવી આધારથી સ્કેનિગ કરી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદ દાખલ થળેલી છે. જેના આધારે જિલ્લાના અત્યારે એફ.આર.આઈમાં 20 દુકાનદારના નામ છે. જિલ્લાની અલગ અલગ 10 ટીમો બનાવી અત્યારે દુકાનોની તપાસ ચાલુ છે, ક્રાઈમ બ્રાંચની તપાસ અત્યારે ચાલુ છે. વધુ વિગતો અમે ક્રાઈમ બ્રાન્ચ જોડે માંગી છે અત્યારે જે દુકાનદારના નામ છે એમને 100 ટકા ક્રોસ ચેક કરવામાં આવશે. જે દુકાનદારને ત્યાં રેશનકાર્ડ ધારક હશે એને આધારથી જથ્થો મેળવ્યો હશે. દરેક જિલ્લામાં એની પણ પૂછપરછ કરવામાં આવશે અને કેટલી ઉચાપત છે. તપાસ દરમિયાન ખબર પડશે ત્યારબાદ એના પર શિક્ષાત્મક મત કાર્યવાહી કરવામાં આવશે.અનાજ નું ગરીબ પરિવારોને આર્થિક સહાય મળે તે પહેલાં જ ઉપાડી લેતા આવા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ