જુઓ ગોધરા રેલ્વે સ્ટેશનમાં બેગમાં શું મળ્યું?

જુઓ ગોધરા રેલ્વે સ્ટેશનમાં બેગમાં શું મળ્યું?
Spread the love

ગોધરા (Godhra) શહેરના રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો નો એક ઇસમ રૂ.૭૭,૭૯,૯૦૦ ની રોકડ તેમજ રૂ.૩૪,૪૦,૮૫૦ ના સોના ચાંદીના દાગીના સાથે ઝડપાઇ જવા પામ્યો છે.આમ રેલવે પોલીસે હરિયાણા (Haryana) ના ઇસમ પાસેથી રૂ.૧,૧૨,૨૦૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેથી ગોધરા રેલવે પોલીસે (Godhra Railway Police) તે ઇસમની અટક કરી આ રોકડ અને સોના ચાંદીના દાગીના કોના છે,ક્યાં લઈ જતો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાલ ચાલુ હોવાની રેલવે પોલીસ જણાવી રહી છે.

ગોધરા (Godhra) રેલવે પોલીસ દ્વારા સોમવારના રોજ રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો પંચઝોલા,સેકટર/૨૧ નો પીયૂષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ ની બે ટ્રાવેલિંગ બેગો સાથે ધરપકડ કરી છે.ગોધરા રેલવે પોલીસના પી.એસ.આઇ.ઓ.આઇ.સિદી તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બે બેગો ની તપાસ કરતા તેમાંથી એક બેગમાંથી રૂ.૭૭,૭૯,૯૦૦ રોકડા(ભારતીય ચલણી નોટો) મળી આવ્યા હતા.જ્યારે બીજી બેગમાં તપાસ કરતા કપડાં ની નીચેથી સોના ચાંદીના ઘરેણાં રૂ.૩૪,૪૦,૮૫૦ મળી આવ્યા હતા.આમ પોલીસે કુલ રૂ.૧,૧૨,૨૦૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આટલી મોટી રકમ જોઈ એક તબક્કે ગોધરા રેલવે પોલીસ પણ અચંબા માં પડી ગઈ હતી.ત્યારે રેલવે પોલીસ દ્વારા પિયુષ ગર્ગ ની તલસ્પર્શી પૂછપરછ કરતા આ રોકડ અને દાગીના કોને આપવાના હતા અને કોની પાસેથી લાવ્યો વગેરે તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )

Screenshot_20210630-075256_UC-Browser.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!