ગોધરા એલ.સી.બી. પોલીસે ચોરી કરેલ ઇકો ગાડી સાથે છ ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

તા.૩૦/૦૬/૨૦૨૧ ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા શહેર ખાતેથી ચોરી કરી લાવેલ ઇકો ગાડીઓમાં એકસીડેન્ટ થયેલ તથા જુની ઇકો ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબરો નાખી તથા નાખવાની કોશીષ કરી ચોરી કરેલ ઇકો ગાડીઓ સાચા તરીકે ઉપયોગ કરવાનો ઇરાદો કરતા છ ઇસમોને કુલ રૂ.૮,૦૫,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગોધરા શહેરની ઇકો ગાડીઓની ચોરીના કુલ-ર ગુનાનો ભેદ ઉકેલવામાં મળેલ સફળતા.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે જિલ્લામાં મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અગાઉ મિલકત સંબધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની માહીતી એકત્રીત કરી તેઓની હીલચાલ ઉપર સતત વોચ રાખી કાર્યરત હતા.
દરમ્યાન આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ કે આજથી એક બે માસ ઉપર ગોધરા શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી ઇકો ગાડીઓની ચોરીઓ થયેલી તે ચોરીની ઇકો ગાડીઓ પૈકી કેટલીક ઇકો ગાડીઓની ચોરી કરવામાં (૧) તોફીક ઉર્ફે પેન્ટર બીસ્મીલ્લા ઉર્ફે નન્નુ કાળુભાઇ શેખ રહે. સિંગલ ફળીયા ગોધરા (ર) સીરાજ મહમદહનીફ પોસ્તી રહે. ઇમરાન મસ્જીદ ની આગળ ગોધરા (૩) હસન ગુલજાર પઠાણ રહે. મુન્ના ફળીયા, રેલ્વે સ્ટેશન ની સામે ગોધરા (૪) નાવેદ ઉર્ફે નિકુ સીરાજ છુટ્ટન પઠાણ રહે. અલી મસ્જીદ રોડ તલાવડી પાસે ગોધરા નાઓ એકબીજાની મદદગારીથી ચોરી કરી લાવી આ ઇકો ગાડીઓ સંતાડી રાખી આજ રોજ તેઓના મળતીયા મિત્ર સોયેબ હુસેન સુઠિયા રહે. મક્કી મસ્જીદ પાસે ગોધરા નાનો ગોધરા અમદાવાદ રોડ ઉપર સીમલા ગેરેજ જતા બોર્ન મીલની સામે નસીબ સ્ક્રેપ નામની દુકાન સામે અને એમ.એ. કાર એકસેસરીઝ નામની દુકાનની બાજુમાં એક બોર્ડ વગરની ફોર વ્હીલ ગાડીઓનુ રીપેરીંગ કરવાની દુકાન ચલાવે છે. તે જગ્યાએ ઉપરોકત પાંચેય ઇસમો પુર્વ આયોજીત કાવતરૂ કરી બે ઇકો ગાડી ચોરી કરી લાવેલ હોય તે ઇકો ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબર તથા રજીસ્ટ્રેશન નંબર બદલવાની કામગીરી કરી રહેલ છે.જેમાં એક જુની ઇકો ગાડી ગામડાનો એક ઇસમ નામે રાજેશકુમાર ઉર્ફે લાલાભાઇ અનોપસિંહ પટેલ રહે. કશનપુર તા. મોરવા નાનો પણ લઇને આવેલ છે. તેમજ ગેરેજનો કબજેદાર સોયેબ હુસેન સુઠીયા નાએ એક એકસીડેન્ટ થયેલ ઇકો ગાડી હરાજીમાં મેળવેલ છે. જેમાં આ એકસીડેન્ટ થયેલ ઇકો ગાડીના તથા રાજેશકુમાર ઉર્ફે લાલાભાઇ પટેલની જુની ગાડીના એન્જીન તથા ચેચીસ નંબરો તથા રજીસ્ટ્રેશન નંબરો કાઢી-બદલી કરી ચોરી કરી લાવેલ બે ઇકો ગાડીઓમાં નાખી આ ચોરી કરી લાવેલ ઇકો ગાડીઓનુ એકસીડેન્ટ થયેલ ઇકો ગાડી તથા રાજેશકુમાર ઉર્ફે લાલાભાઇ પટેલની જુની ગાડીના રજીસ્ટ્રેશન કાગળો ઉપર ફેરવવા માટે અદલ બદલ કરી સદર ચોરી કરી લાવેલ ઇકો ગાડીઓને સાચા તરીકે ઉપયોગ કરી આ નકલી સંપત્તી ચીન્હોવાળી ઇકો ગાડીઓ વેચવા માટેની કોશીષ કરી રહેલ છે અને જે ઇકો ગાડીઓના પુરાવાનો નાશ કરી વિશ્વાસધાત ઠગાઇ કરવાની પેરવીમાં છે. તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ એલ.સી.બી. સ્ટાફના માણસોએ તપાસ કરતા.
પકડાયેલ ઇસમોના નામઃ-
(૧) તોફીક ઉર્ફે પેન્ટર બીસ્મીલ્લા ઉર્ફે નન્નુ કાળુભાઇ શેખ રહે. સિંગલ ફળીયા ગોધરા
(ર) સીરાજ મહમદહનીફ પોસ્તી રહે. ઇમરાન મસ્જીદ ની આગળ ગોધરા
(૩) હસન ગુલજાર પઠાણ રહે. મુન્ના ફળીયા, રેલ્વે સ્ટેશન ની સામે ગોધરા
(૪) નાવેદ ઉર્ફે નિકુ સીરાજ છુટ્ટન પઠાણ રહે. અલી મસ્જીદ રોડ તલાવડી પાસે ગોધરા
(૫) સોયેબ હુસેન સુઠિયા રહે. મક્કી મસ્જીદ પાસે ગોધરા
(૬) રાજેશકુમાર ઉર્ફે લાલાભાઇ અનોપસિંહ પટેલ રહે. કશનપુર તા. મોરવા
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) ઇકો ગાડી નં. જી.જે.૦૧ ડબલ્યુ.એ. ૫૪૨૮ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
(૨) છુટુ પાડેલ એન્જીન કિ.રૂ. ૫૦૦૦/-
(૩) ચેચીસ નંબર લખેલ છુટી પ્લેટની કિ.રૂ.૫૦/-
(૪) ઇકો ગાડી નં.જી.જે. ૩૪ બી.૦૮૬૭ કિ.રૂ.૨,૪૫,૦૦૦/-
(૫) એન્જીનના અલગ અલગ સ્પેરપાર્ટ કિ.રૂ. ૫૦૦૦/-
(૬) એકસીડેન્ટવાળી ઇકો ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/-
આરોપીઓએ કરેલ કબુલાતઃ-
ઇકો ગાડીમાં રજીસ્ટ્રેશન નંબર જી.જે. ૦૧ ડબલ્યુ. એ. ૫૪૫૮ ની નંબર પ્લેટ લગાવેલ છે તે ઇકો ગાડીનો સાચો રજીસ્ટ્રેશન નંબર જી.જે. ૦૬ પી.એ. ૫૩૫૭ નો છે. અને તે ઇકો ગાડી ત્રણેક મહીના પહેલા પકડાયેલ ઇસમો પૈકીના (૧) તોફીક ઉર્ફે પેન્ટર બીસ્મીલ્લા ઉર્ફે નન્નુ કાળુભાઇ શેખ (ર) સીરાજ મહમદહનીફ પોસ્તી (૩) હસન ગુલજાર પઠાણ (૪) નાવેદ ઉર્ફે નિકુ સીરાજ છુટ્ટન પઠાણ નાઓએ રાત્રીના વખતે ગોધરા રેલ્વે કોલોનીમાંથી ચોરી કરેલ હોવાની હકીકત તેમજ બીજી ઇકો ગાડીમાં રજીસ્ટ્રેશન નંબર હાલમાં જી.જે. ૩૪ બી. ૦૮૬૭ લખેલ છે તે ઇકો ગાડીનો સાચો રજીસ્ટ્રેશન નંબર જી.જે. ૧૭ બી.એન. ૮૧૮૨ નો છે. અને તે ઇકો ગાડી વીસેક દીવસ પહેલા ગોધરા ભુરાવાવ વિસ્તારમાંથી રાત્રીના વખતે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
આરોપીઓની એમ.ઓઃ-
ઇકો ગાડીઓની ચોરી કરી લાવી તે ચોરીની ઇકો ગાડીઓનના એન્જીન નંબર તથા ચેચીસ નંબર તથા રજીસ્ટ્રેશન નંબર એકસીડેન્ટ થયેલ ઇકો ગાડી તથા જુની ઇકો ગાડીમાં ચોરેલ