ભારતના ક્રિકેટ બોર્ડે અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ માટે આ ક્રિકેટરોની કરી ભલામણ

ભારતના ક્રિકેટ બોર્ડે અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ માટે આ ક્રિકેટરોની કરી ભલામણ
Spread the love

ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિન તેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખેલ રત્ન એવોર્ડ માટે તેમજ સિખર ધવન અને કે એલ રાહુલ, જસપ્રીત બુમરાની અર્જુન એવોર્ડ માટે સરકારને ભલામણ કરી છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે બોર્ડના એક અધિકારીએ કહ્યુ હતુ કે, કયા ક્રિકેટરના નામ એવોર્ડ માટે મોકલવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે તો પોતાના નામ મોકલી દીધા છે પણ હવે જોવુ રહ્યુ કે, સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા નિમાયેલી પેનલ દ્વારા આ ક્રિકેટરોમાંથી કેટલાની પસંદગી થાય છે. કારણકે આ તમામ ક્રિકેટર એવોર્ડના પ્રબળ દાવેદાર છે.

મંત્રાલયે એવોર્ડ માટે નોમિનેશન મોકલવાની સમય મર્યાદા એક સપ્તાહ વધારીને પાંચ જુલાઈ કરી દીધી છે. અત્યાર સુધી ટેનિસ, બોક્સિંગ અને કુશ્તી સહિતના સંખ્યાબંધ ફેડરેશન પોતાના તરફથી ખેલાડીઓના નામ સરકારને મોકલી ચુક્યા છે.

ગયા વર્ષે પાંચ ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠાજનક ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ઈતિહાસમાં પહેલી વખત પાંચ એથ્લેટને આ સન્માન આપવામાં આવ્યુ હતુ.

રિપોર્ટ : ઈરફાન શેખ : પંચમહાલ

FB_IMG_1625070893495.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!