કોરોના કાળમાં ભૂખથી વલવલતા લોકો?

કોરોના કાળમાં ભૂખથી વલવલતા લોકો?
ગરીબોને જઠરાગ્નિ ઠારવા માણાવદરના સેવાભાવી યુવાન દ્વારા ઝૂંપડપટ્ટીમાં ખોરાકના પેકેટનું વિતરણ
કોરોના કાળમાં આંશિક લોકડાઉન ને કારણે ગરીબ લોકો એ પોતાની આજીવિકા ગુમાવી દીધી છે રોજેરોજનું કરતા ગરીબ લોકો કે જેને રહેવા માટે જગ્યા નથી એવા લોકો શહેરની બહાર જ્યાં ખાલી પડેલ પડતર જગ્યામાં ઝુપડા બાંધીને રહે છે.લોકડાઉન ને કારણે આવા પરિવારો માટે પેટ ભરવા માટે મજૂરી માંથી મળતી આવક બંધ થતાં તેમને ભૂખ વેઠવી પડે છે
આવા સમયે માણાવદરના એક સેવાભાવી યુવાન મયુર કરંગીયાએ ગરીબોની વ્યથા દુઃખ જોઈને તાબડટોત આજે પોતાની કમાણીમાંથી બાટવા હાઇવે ઉપર આવેલ ઝુંપડપટ્ટીમાં વસતા તમામ લોકોને ગુંદી ગાંઠીયા તથા બિસ્કીટના પેકેટો વગેરેનું વિતરણ કરી સરકારને સંદેશો પહોંચાડયો છે. તેમજ મયુરભાઈ કરંગીયા દ્વારા માણાવદર સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ચા કોફી પીવડાવવામાં આવે છે તેમજ પ્રસુતિ વાળી મહિલાઓને શીરો પણ આપવામાં આવે છે. તેમજ પગપાળા જતાં રાહદારીઓને વિનામૂલ્યે મયુરભાઇ તરફથી ચા-નાસ્તો કરાવવામાં આવે છે
નેતાઓ માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે જ આભ અને જમીનને એક કરતા નિવેદનો કરે છે ત્યારે સમાજમાં આવા સેવાભાવી લોકો પણ વસે છે કે જેમને પ્રસિદ્ધિનો મોહ નથી પારકાનું ભલું કરવું એ જ એમના જીવનનો મંત્ર છે જો સમાજમાં આવા પરોપકારી લોકો ન હોત તો આજની આપણી વિકાસના નામે બંગા ફૂકતી સરકારે વગર રોગે કંઈ ને ખપ્પરમાં હોમી દીધા હોત. આત્મનિર્ભરતા ના રાગડા તાણ્યા પછી આજે વિદેશ ના સહારે ભારત આવી પડ્યું છે રસી – વેકસીન વિદેશથી મંગાવી પડી રહી છે? ફરી દેશ પરાધીન થઈ ગયો છે? ત્યારે મયુર કરંગીયા જેવા ઘણા લોકોએ અનેક ના પેટ ઠારી જીવ બચાવ્યા છે
રિપોર્ટ :જીગ્નેશ પટેલ માણાવદર