રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષીનેતાનો વર્ચ્યુઅલ લોકદરબાર, પ્રથમ દિવસે ૩૦ મિનીટમાં ૩૨ ફરિયાદો નોંધાઈ.

રાજકોટ  મહાનગરપાલિકાના વિપક્ષીનેતાનો વર્ચ્યુઅલ લોકદરબાર, પ્રથમ દિવસે ૩૦ મિનીટમાં ૩૨ ફરિયાદો નોંધાઈ.
Spread the love

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરૂવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે, જેમાં આજે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફક્ત ૩૦ મિનીટમાં જ ૩૨ અલગ-અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોમાં ગંદકી-કચરા-સાફસફાઈની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે. તેમજ વરસાદી પાણી ભરાવા, રોડ-રસ્તામાં ખાડા, ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવા માટે, પીવાના પાણી સમયસર ન મળવા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન પરીક્ષા ન કરવા, ગટરના ઢાંકણા નાખવા સહિતની અલગ અલગ પ્રકારની કુલ-૩૨ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!