અંબાપુર પાસે ખેતરમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર અડાલજ અંબાપુર હાઇવે નજીક આવેલા પડતર ખેતરમાં કણજીના ઝાડ પર રૂમાલ વડે ગળેફાંસો ખાઈ અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો છે. ત્યારે ઝાડ પર લટકેલી લાશ નીચે જમીન પર પડી જતાં છેલ્લા પાંચેક દિવસથી લાશ ના મોઢાના ભાગને ઊધઈ તેમજ જીવ જંતુઓએ કોરી ખાધી હોવાથી ખાતા લાશ ની ઓળખવિધિ કરવી અડાલજ પોલીસ માટે મુશ્કેલ બની ગયુ છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતક ની ઓળખવિધિ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.
અડાલજ ખાતે રાયસંગ ઠાકોર આજે સવારના સમયે અડાલજ અંબાપુર હાઇવે રોડ પાસે આવેલા ગોવિંદજી ઠાકોરનાં પડતર ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે ખેતરમાં આવેલ ઝાડ પાસે કોઈ પુરુષની વિકૃત હાલતમાં લાશ પડેલી જોઈને ગભરાઈ ગયા હતા. આ અંગે તેમણે જાણ કરતા અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધવલ સિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા.