અડાલજ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલો મોબાઇલ ચોર વડસરથી ઝડપાયો

રક્ષા શક્તિ યૂનિવર્સિટીના મહિલા એકાઉન્ટન્ટનાં હાથમાંથી મોબાઇલ ઝુંટવીને નાસી જનારાં મોબાઇલ ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે અડાલજ પોલીસની નજર ચૂકવી કસ્ટડીમાંથી ભાગી ગયેલા મોબાઇલ ચોરને ફરી પાછી વડસરથી ઝડપી લઈ પોલીસે રાહતનો દમ લીધો હતો. બીજી તરફ આ ગુનામાં સગીર વયનાં બાળ આરોપીની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
ગાંધીનગરનાં અડાલજ બસ સ્ટેન્ડ પાસેથી આશરે 28 દિવસ અગાઉ રક્ષા શક્તિ યૂનિવર્સિટીના મહિલા કર્મચારી નેહલ પંડયાનાં હાથમાંથી બાઈક સવાર બે ઈસમો મોબાઇલ ઝુંટવીને નાસી ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા અડાલજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે મૂળ રહે ખોડાસણ ગામના ભાભર તાલુકાના હાલ રહે તેરવાડ કાંકરેજ ના ભરત જયંતિજી ઠાકોરને ઝડપી લઈ અડાલજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જેની પાસેથી બાઈક તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદામાલ જપ્ત પણ કરવામાં આવ્યો હતો. ત્યારે અડાલજ પોલીસ દ્વારા આરોપીની પુછતાછ શરૂ કરવામાં આવી હતી.