અડાલજ ગામના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

અડાલજ પોલીસની આળસનો ફાયદો ઉઠાવી ગઈકાલે ક્રાઇમ બ્રાંચની ટીમે અડાલજ ગામમાં આવેલા ઝાલાપુરા વાસમાં આવેલ મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી પાંચ શકુનિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ જુગાર નું સાહિત્ય, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.35 લાખનો મુદામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચ દ્વારા જિલ્લામાં ચાલતી જુગાર તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાંચના પીઆઈ જય વાઘેલા દ્વારા અડાલજ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવા તાકીદ કરવામાં આવતા પીએસઆઈ ડી એસ રાઓલ સ્ટાફના માણસો તે દિશામાં કાર્યરત હતા.