પીવાના પાણીની લાઇન લીકેજથી સે-24ની શ્રીનગર સોસાયટીના બાળકોને ઝાડા-ઊલટી

શહેરના સેક્ટર-24 શ્રીનગર સોસાયટીની પીવાના પાણીની લાઇન લીકેજ થયાની ફરિયાદ છતાં પગલાં નહીં લેવાતા સેક્ટર-24 શ્રીનગર સોસાયટીના બાળકોને ઝાડા-ઊલ્ટી થઈ ગયાની ઉગ્ર રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવી છે. આ ઉપરાંત ધોળાકૂવા ગામમાં પણ ગટર ઉભરાવવાની અને ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગણી થઈ રહી છે.
સેક્ટર-24 શ્રીનગર સોસાયટી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાની રાવ ઉઠી છે. અહીં મેઈન રોડ પર આવેલા દવાખાનાની સામે જ પાણીની લાઈન લીકેજ છે, દસ દિવસથી આ પરિસ્થિતિથી સ્થાનિકોને પીવાના પાણીમાં કચરો ભળી જવાની ભીતી રહે છે. જેને પગલે સ્થાનિકોએ વહેલામાં વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે. આ તરફ ધોળાકુવા ખાતે ગટના પાણી ઉભરાવવાની સમસ્યા છે. જે અંગે આપ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.