નારોલી ગામે થી દારુ ભરેલી ગાડી ઝડપાઈ

થરાદ પંથકમાં દારુ ઘુસણખોરી ને અટકવવા માં સફળતા થરાદ પોલીસ ને મળી છે.થરાદ તાલુકાના નારોલી ગામે થી દારુ ની ભરતી ગાડી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે
થરાદ પોલીસ સ્ટેશન નાં માણસો માનસંગ ભાઈ, અશોકભાઈ,નૈપાલસિહ, હરિસિંહ વગેરે પેટ્રોલિંગ માં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે નારોલી ગામ બાજુ દારુ ભરેલી ગાડી આવી રહી છે તો શીલુ થી આવતા રસ્તામાં વોચ ગોઠવી હતી જોકે ઈકો ગાડી નંબર જીજે ૦૧ આરજી ૯૮૦૩ ને રોકાવી ને તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.જે ગાડીમાં બેઠેલા પિયુષભાઈ નાગજી ત્રિવેદી, ઈશ્વરસિંહ જવાનસિહ ચૌહાણ બંને રહે નારોલી ને ઝડપી ને દારુ ૫૫૬ બોટલ કિંમત ૫૧૫૨૦ તેમજ અન્ય ગાડી સહિત મુદ્દામાલ કુલ રુપિયા ૩૬૨૫૨૦ નો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા ( થરાદ)