અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો આજથી અમલી

કોરોના અસરમાં વેેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધમાં થયેલો ભાવ વધારો સહન કરવો પડશે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આજથી લાગુ થશે. ગાંધીનગરની ઓળખ સમી મધૂર ડેરીએ અમૂલ સાથે જોડાણ કરેલું છે.
જેને પગલે ભાવ વધારાની અસર ગાંધીનગરની જનતાને પણ થશે. ગાંધીનગરમાં હાલ 180 એમએલ, 200 એમએલ, 500 એમએલ, 1 લીટર, 6 લીટર મળી કુલ 6 લાખ જેટલા પાઉચમાં 1.20 લાખ લીટર જેટલા દૂધનું વેચાણ થાય છે. ભાવ વધારાને પગલે હવે અમૂલ ગોલ્ડ 500 મિલી-29 રૂ., અમૂલ શક્તિ 500 મિલી- 26 રૂ., અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર-53 રૂ., ગાયનું દૂધ 500 મિલી-24 રૂ., તાઝા 500 મિલી-23 રૂ., અમૂલ બફેલો 500 મિલી-30 રૂપિયામાં ગ્રાહકોને પડશે. દૂધના ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો થતાં જનતા પર સીધો દૈનિક 2.40 લાખ જેટલો બોઝો પડ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે દોઢ વર્ષ બાદ દૂધના ભાવમાં વધારો કરાયો છે.