ST નિગમનાં ડ્રાંઇવર-કન્ડેકટરોની મનમાનીથી મુસાફરોને ભારે હાલાકી

ST નિગમનાં ડ્રાંઇવર-કન્ડેકટરોની મનમાનીથી મુસાફરોને ભારે હાલાકી
Spread the love

હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં S. T નિગમ ની લોકલ બસો જેવો નું બાસ્કા ગામમાં આવવાનું રૂટ હોવા છતાં ડાઇવર – કન્ડેકટારો પોતાની મરજી મુજબ બાય- પાસે થી બસ હાંકી નીકળી જતા હોવાથી રોજ-બરોજ અપડાઉન કરતા મુસફરો ને જહેમત ઉઠાવીને ના છૂટકે સાટલિયાઓનો આશરો લેવો પડતો હોય છે.

જણવા મળતી માહિતી મુજબ બાસ્કા ગામ ની આસ – પાસ વિવિધ નાના મોટા ઉદ્યોગો પૂર જોશે ધમધમે છે અહીંયા લોકો પોતાનાં નોકરી ધાંધા અર્થે દુરો દરાજ થી આવતા હોય છે અને આવા નફ્ટ ડાઇવર અને કન્ડેકટરો ને લીધે નોકરિયાત ને બસ ગામમાં ના પ્રવેશ્તા બાય પાસે ઉતરવું પડતું હોય છે અને અનેક વખત આ અંગે કન્ડેકટર અને મસફરો માં નાની મોટી તકરારો થતી હોય છે

એટલું જ નહીં પરંતુ બાસ્કા ગામ થી અસરે 5 કી. મી નાં અંતરે નારાયણધામ આવેલું છે અને અહીંયા નારાયણ હોસ્પિટલ દ્વારા વર્ષોથી આંખનાં મોતિયા નું ઓપરેશન નિશુલ્ક કરવામાં આવતું હોય છે અને અહીંયા નારાયણ ધામ ખાતે આખો ની તપાસ અને ઓપરેશન કરવા માટે રાજ્ય બી રાજ્ય થી દર્દીઓ પોતાની પીડા લઈને આવતા હોય, રાજેસ્થાન, માધ્યપ્રદેશ, મહારાષ્ટ નાં વિવિધ રાજ્યો માંથી વૃદ્ધ વયના દર્દીઓ નારાયણ ધામ ખાતે આવતા હોય છે અને આવા દર્દીઓને બાયપાસ ઉતારી ને ડાઇવર કંડેકટર બસો હાંકી જતા હોય છે.

ગોધરા ડિવિઝન નાં બારીયા, ગોધરા, શહેરા અને લુણાવાડા ડેપોની અમુક જ બસોને છોડીને વધું બસો બાય પાસે જતી રહેતી હોય છે. વડોદરા ડિવિઝન નાં કરજણ, ડભોઇ અને આણંદ ડેપો ની બસો પણ બાય-પાસ થી હાંકી ને પોતાની મનમાની કરી રહ્યા છે. આ અંગે મુસફરો ધ્વરા વારંવાર ફોનિક રજૂઆતો ડેપો મેનેજરો અને ગોધરા ડવિઝન D. C અને વડોદરા ડિવિઝન D. C ને રજુઆતો કરવા છતાં આવા નફ્ટ ડાઇવર- કન્ડેકટારો વિરુદ્ધ કેમ કડક પગલાં ભરવામાં આવતા નથી તે એક ઉગ્ર પ્રશ્ન છે.

આવા મનમાની કરતાં ડાઇવરો ST નિગમની બસો ને પોતાની જાગીર સમજી બેઠા છે કે તેવો ની મરજી ફાવે તેમ બસો હાંકવા કોઈ અધિકારીએ આદેશ આપ્યો છે કે કેમ તે સમજાતું નથી. વધુમાં આવા ડાઇવરો જે ST બસો ને પોતાની મરજી થી હાંકતા હોય છે તેનાથી મુસફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. શું આવા ડાઇવર – કંડેકટરો જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે એવા ડાઇવર – કંડેકટરો વિરુદ્ધ કાયદેસર નાં પગલાં ભરશે કે કેમ ? શુ ? S.T તંત્રનાં ઉચ્ચ અધિકારીઓની આંખો ઉઘાડશે કે પછી જેસે થે ની સ્થિતિ રહેશે તેવું આમ પ્રજામાં ચર્ચા નો વિષય બન્યો છે ?

રિપોર્ટ : ઈરફાન શેખ (બાસ્કા)

15-3.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!