જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજાઇ
જનહિતના પ્રશ્નો અને લોકોની અરજીઓનો સમય મર્યાદામાં ઉકેલ લાવો – કલેક્ટરશ્રી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની આજે મળેલ બેઠકમાં જનહિતના પ્રશ્નો તેમજ વિવિધ કચેરીઓને આવતી લોકોની અરજીઓનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા કાર્યવાહક જિલ્લા કલેક્ટરશ્રી મીરાંત પરીખે તાકીદ કરી છે..
નાગરિક અધિકાર પત્ર હેઠળ મળતી અરજીઓ, સાંસદ, ધારાસભ્યશ્રી રેફરન્સ સહિત આમજનતાની અરજીઓ સમય મર્યાદામાં નિકાલ કરવાની બાબત સુનિશ્વિત થવી આવશ્યક છે, તેમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રીએ કહયુ કે, જિલ્લાની વિવિધ કચેરીઓમાં સંકલનના અભાવથી પણ લોકોના પ્રશ્નો ટલ્લે ચડવા ના જોઇએ.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીમાં આવતા પ્રશ્નો સિવાય અન્ય પ્રશ્નો પણ અધિકારી કે, કચેરી લેવલે પડતર રહેશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે તેમ જણાવી કાર્યવાહક કલેક્ટરશ્રીએ કર્યું કે, માનવીય અભિગમ સાથે આપણે સૌએ પ્રો એક્ટીવ કામગીરી કરવાની છે.
બેઠકમાં સરકારના બાકી લેણા, કર્મચારીઓના પેન્શન કેસ, ૧૫ ઓગષ્ટની ઉજવણી સહિતની બાબતો અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરશ્રી એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ વિસાવદરથી ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીંબડીયા અને કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ ઓનલાઇન જોડાઇને જનહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ