દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર
Spread the love

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે સગીરાના અપહરણથી ચકચાર જગી છે. પંથકના ભાણવડ અને ખંભાળિયામાંથી બે સગીરાના અપહરણની ફરિયાદ ઉપર પોલીસે તેઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષ બે માસની સગીર પુત્રીને ગત તારીખ 17ના રોજ કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપીને પરિસ્થિતિનો ગેરલાભ લઇ, કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ખંભાળિયાની સગીરાના અપહરણ સબબ યુવાન સામે ફરિયાદ. ખંભાળિયાના શીરુ તળાવ વિસ્તારમાં રહેતા એક પરિવારની સતર વર્ષ એક માસની સગીર પુત્રીને નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મયલો હરીયાણી નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે આઇ.પી.સી. કલમ 363 તથા 366 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.બી.ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

content_image_ce890210-21b9-4303-9b16-b5ec29ef03d3.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!