રાજકોટ ના રૈયાધાર વિસ્તારમાં તરૂણી પર દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

રાજકોટ ના રૈયાધારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની દિકરીને પાડોશમાં રહેતા ઢગાએ પ્રેમજાળમાં ફસાવી હતી. હવસનો શિકાર બનાવ્યો હતો. તરૂણીના પિતાની ફરિયાદ મુજબ નજીકમાં રહેતા કુટુબીને ત્યાં પૂરો પરિવાર જમવા માટે ગયો હતો. પરંતુ તરૂણી આવી ન હતી. અને ત્યાં જ રોકાઈ ગઈ હતી. પરંતુ મોડે સુધી ઘર પર ન આવતા પરિવાર તેની શોધમાં નિકળ્યો હતો. ત્યારે પાડોશમાં રહેતા પરબતભાઈ ગાંગાભાઈ ડાકી ઉ.૩૫ ના ઘર બહાર દિકરીના ચપ્પલ પડયા હોવાથી પરિવાર શખ્સના ઘરમાં તપાસતા આરોપી પરબત માસુમ દિકરી પર દુષ્કર્મ આચરતા પરિવારે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પરંતુ પરિવાર તેને પકડે તે પહેલા નાશી ગયો હતો. આ બાબતે પરિવારે તરૂણીને પૂછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે, આરોપી પરબતે ૬ મહિના પૂર્વે તરૂણીને ફોન કરી હું તને પ્રેમ કરૂ છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. અને બાદ તેના ઘર પર કોઈ ન હતુ ત્યારે તેને માસૂમને બોલાવી દુષ્કર્મ આચર્યું હતુ. બાદ ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે એક સંતાનના પિતા અને માસુમ બાળકીની જીંદગી બગાડનાર હવશખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.