ઉપરકોટના દટાઇ ગયેલા સ્મારકો અને ૨૦ જેટલી મળેલી તોપ નવુ નજરાણુ બનશે

ઉપરકોટના દટાઇ ગયેલા સ્મારકો અને ૨૦ જેટલી મળેલી તોપ નવુ નજરાણુ બનશે
Spread the love

લોકો અડી-કડી વાવ બોલતા હવે કડી વાવના દર્શન થશેઃ વોચ ટાવર પરથી જૂનાગઢમાં સનસેટ વ્યુનો પણ નજારો જોવા મળશે

ગુજરાત સરકારની ઉપરકોટ રીસ્ટોરેશનની કામગીરીને લીધે ઉપરકોટને હવે સારી રીતે જોઇ શકાશેઃ ઇ-રીક્ષા પણ મુકાશે

જૂનાગઢ : જૂનાગઢનો ઉપરોકટ એટલે યુગોની ધરોહર, ઉપરોકટ એટલે જૂનાગઢની શાન અને પૈરાણિક સુરક્ષા વ્યવસ્થાની પણ વિરાસત. આ વિરાસતને તેના મુળ સ્વરૂપમાં ઉજાગર કરવાનું બીડુ ગુજરાત પ્રવાસન નિગમે હાથમાં લીધુ છે.

ગુજરાત સરકારના ઉપરકોટના રીસ્ટોરેશન પ્રોજેક્ટને લીધે હવે નવી પેઢીને ઉપરકોટમાં જે સ્મારકો ખરેખર હતા પણ માટી ભરાઇ જવાને લીધે કે ઝાડી-ઝાંખરા અને વૃક્ષો આડે આવી જતા તે સ્મારકો જોવા મળશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સહિતના મહાનુભાવોએ આજે ઉપરકોટની મુલાકાત લીધી હતી અને લોકોને ઉપરકોટમાં જે નવું જોવા મળશે તે અંગે પણ પરામર્શ કર્યો હતો.

ઉપરોકટમાં રીનોવેશન દરમ્યાન જુદાં જુદાં સ્થળોએથી ૨૦ જેટલી તોપ મળી છે. આ તોપ પર માટીના થર જામી ગયા હતા. હવે તેને સાફ કરી મુળ જેવી હતી તેવી બનાવવાનો પ્રયાસ કરી કિલ્લામાં જ્યાં જ્યાં તેની જગ્યા છે ત્યાં મુકી દેવાશે.

આ ઉપરાંત, ઉપરકોટનો ૨.૫ કી.મી.ના ફરતે કિલ્લાથી અડીને પાથ આવેલો હતો. તે પાથ સાફ કરી પુનસ્થાપિત કરાયો છે. એટલે હવે કિલ્લો ખૂબ નજીકથી જોઇ શકાશે. બે વોચ ટાવર પણ બનાવવામાં આવી રહ્યા છે. વોચ ટાવર પરથી જૂનાગઢમાં સનસેટ વ્યુનો પણ નજારો જોવા મળશે.

જૂનાગઢના ઉપરકોટ રીસ્ટોરેશન કામગીરીના ટુરીઝમ કોર્પોરેશનના આસી.મેનેજર કુલદિપ પાઘડારે માહિતી આપતા જણાવ્યું હતુ કે, અડી-કડીની વાવમાં કડીની વાવ દટાઇ ગયેલી તે વાવ હવે જોવા મળશે. આ ઉપરાંત, ઉપરકોટ બાંધવામાં આવ્યો ત્યારે રેતી-લાઇમ જેવી વસ્તુઓ મિક્ષ કરવા ચક્કરડી હતી તે ૩ ચક્કરડી પણ મળી છે. આ ઉપરાંત ગન પાવડર, બારૂદ રૂમ, લશ્કરી વાવ, જેવા સ્મારકો અને અવર-જવર માટે નવો સાઇકલ ટ્રેક પણ લોકોને આ નજારો માણવા ઉપયોગી બનશે. ઇ-રીક્ષાની પણ સવલત આપવામાં આવશે. આમ, ગુજરાત સરકારના પ્રવાસન નિગમનો આ પ્રોજેક્ટ ઉપરકોટને મુળ જેવો હતો તેવો લોકો સમક્ષ રજૂ કરીને વિરાસતને ઉજાગર કરશે.

 

અર્જૂન પરમાર/નરેશ મહેતા

 

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!