કહાની 60 વર્ષના જુમન્ન ચાચાની.!!

આ જે શખ્સ ને તમે જોઈ રયા છો તે છે 60 વર્ષ ના જુમમ્ન ચાચા આણંદ ના છે અને આજે સવારે ચાલતાp બરોડા પોહચિયા છે ચાલતા ચાલતા મોબાઈલ કવર વેચે છે અને જીજ્ઞેશ ભાઈ નાયક ભાઈ ની ઓફિસે દાદા ની કવર વેચવા ગયેલા, આ 60 વર્ષ ની
ઉર્ધ વય ના આ દાદા પોતાના 85 વર્ષ ની માં ની સેવા અને પોષણ કરવા માં નિખિદમત કરવા માટે પોતે દુરો દરાજ જઈ ને કવર વેચાણ કરે છે એટલું જ નહીં પરંતુ એવોને એક 32 વર્ષ નો પુત્ર પણ છે પરંતુ તે સદ નસીબે માસનિક બીમારી થી પીડાઈ રહ્યો છે આવા માં આવા 60 વર્ષ ના ચાચા પોતાની માં અને પુત્ર નો પોષણ કરવવા આ ગામ પેલા ગામ જઈ ફેરિયા નો વેપલો કરે છે અને આજે આ દાદા સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે અને આ દાદા ની સૌવ કોઈ મદદ આવે તેવી પોસ્ટ સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે..
પરંતુ એક વાત છે આજના યુગમાં છોકરાઓ પોતાના માંતા પિતા ને વૃદ્ધાશ્રમ મૂકી આવતા હોય છે. આવામાં આણંદના ઝુમ્મન ચાચા ની જેટલી પ્રશ્ર્નશાહ કરીયે ઓછી પડે તેમ છે.!
દાદા એ ચાચા ની આખી આપવીતી જાણી અને દાદા એ એમની પાસે થી 20 કવર લીધા ચા પાણી કરાવીયા અને એમને આટલી ઉંમરે પર આ કામ કરવાનું કારણ પુછીયું તો ચાચા દ્વારા જ જાણકારી મળી કે એમનો 32 વર્ષ નો એક છોકરો છે જે માનસિક અવસ્થ છે અને એમની 85 વર્ષ ની મમ્મી પણ છે તેમનું પોષણ કરવા ચાચા આટલી ઉંમરે પણ આ કામ કરે છે મોબાઈલ ના કવર વેચી પોતાના માનસિક અવસ્થ છોકરા નું અને 85 વર્ષ ની મમ્મી નું ગુજરાન ચલાવે છે જે ખરેખર બિરદાવાના લાયક છે આ ઉંમરે પણ ચાચા ઘર ની જવાબદારી નિભાવે છે એમની પત્ની વિસે કોઈ જાણકારી નથી આપી એટલે અહીં હું એમના વિસે લખી રહ્યો નથી
ચાચા નો અહીં મોબાઈલ નંબર મુક્યો છે જે ચાચા નો પોતાનું છે અને જો કોઈ સિટી માં કે ગામડા માં ચાચા દેખાય તો એમની પાસે થી મોબાઈલ કવર લઈ એમને મદદ કરો એવી લોકો ગુહાર લગાવી રહ્યા છે..
વધુમાં ઝુમ્મન ચાચા નો મોબાઈલ પણ દર્શાવામાં આવ્યો છે તો આપ વધુ માહિતી માટે એમનો સંપર્ક કરી શકો છો.!
મોબાઈલ નંબર:9104570285 મિત્રો તમને એમને ગમે તે રીતે હેલ્પફુલ થઈ શકો છો કવર ખરીદી ને ક્યાં આર્થિક રીતે હેલ્પ કરી ને અને ખરેખર આવા લોકો ની હેલ્પ કરવી જ જોઈએ તેવી પોસ્ટ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
આ ઉંમરે પણ ચાચા પોતાની સંપૂર્ણ જવાબદારી દિલ થી નિભાવી રહયા છે તે બહુ જ મોટી વાત છે આ સમય માં લોકો માનસિક રીતે ભાગી જતા હોય છે અને પોતાની જિંદગી નો આત્મહત્યા રૂપે અંત કરતા હોય છે એવા લોકો એ ચાચા પાસે થી કઈ શીખવા જેવું છે !!!
રિપોર્ટ : ઈરફાન શેખ (બાસ્કા )