સાધના અને સ્વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા દ્વારા આત્મહત્યા ટળી શકે છે !

સમગ્ર જગતમાં દર વર્ષે અનુમાને ૮ લાખ વ્યક્તિઓ આત્મહત્યા કરે છે, એટલે પ્રત્યેક 40 સેકંડે 1 વ્યક્તિ ! તેમાંના મોટાભાગનાં વ્યક્તિ શારીરિક દૃષ્ટિએ નિરોગી હોવાથી તેમનું મૃત્યુ અત્યંત દુર્દૈંવી છે. વ્યક્તિની તાણનો સામનો કરવાની ક્ષમતા તેનામાં રહેલી માનસિક ઊર્જા પર આધારિત છે. એકાદ વ્યક્તિમાં સ્વભાવદોષ વધારે હોય, તેમજ પૂર્વાયુષ્યમાંની અપ્રિય ઘટનાઓનો મન પર તાણ હોય, તો મનની ઊર્જા ઓછી હોય છે. અનેક સમસ્યાઓ પાછળનું મૂળભૂત કારણ આધ્યાત્મિક હોય છે,
ઉદા. પ્રારબ્ધ, અતૃપ્ત પૂર્વજ અને સૂક્ષ્મમાંની અનિષ્ટ શક્તિઓ પણ વ્યક્તિને ત્રાસ આપે છે અને તેનાં સ્વભાવદોષ અને પૂર્વજન્મના લેણ-દેણના આધાર પર તેને આત્મહત્યા કરવા પ્રવૃત કરે છે. આ બધા પર માત કરવા માટે વ્યક્તિ જો સાધના અને સ્વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા કરે તો આત્મહત્યા ટળી શકે, એવું પ્રતિપાદન મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શ્રી. શૉન ક્લાર્કે કર્યું. ધ સેવન્થ ઇંટરનૅશ્નલ કૉન્ફરન્સ ઑન પબ્લિક હેલ્થ, શ્રીલંકા (The 7th International Conference on Public Health (ICOPH 2021), Sri Lanka) આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં શોધનિબંધ પ્રસ્તુત કરતી સમયે તેઓ બોલી રહ્યા હતા. આ પરિષદનું આયોજન ‘ધ ઇંટરનૅશ્નલ ઇંસ્ટીટ્યૂટ ઑફ નૉલેજ મૅનેજમેન્ટ, શ્રીલંકા (The International Institute of Knowledge Management (TIIKM), Sri Lanka) દ્વારા કરવામાં આવ્યું હતું.
મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી આ શોધનિબંધના લેખક છે, જ્યારે શ્રી. શૉન કર્લાક તેના સહલેખક છે. વિશ્વવિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક પરિષદોમાં પ્રસ્તુત કરવામાં આવેલો આ 77મો શોધનિબંધ હતો. આ પહેલાં 15 રાષ્ટ્રીય અને 61 આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદોમાં વિવિધ શોધનિબંધ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેમાંથી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રસ્તુત કરવામાં આવેલા 5 શોધનિબંધોને તે પરિષદોમાંનો સર્વોત્કૃષ્ટ શોધનિબંધ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શ્રી શૉન ક્લાર્કે તાણ અને આત્મહત્યા વિશે કરેલું આધ્યાત્મિક સંશોધન, વ્યક્તિએ આત્મહત્યા કરવા પાછળના મૂળભૂત કારણો અને તેનાં પરનાં ઉપાય ઇત્યાદિ મહત્ત્વનાં સૂત્રો આ સમયે સ્પષ્ટ કર્યાં.
આત્મહત્યા રોકવા માટે કરવાનાં પ્રયત્નોનો સારાંશ કહેતી સમયે શ્રી શૉન ક્લાર્કે કહ્યું કે, નામજપ એ અત્યંત સહેલી; પરંતુ ઉપયોગી એવી આધ્યાત્મિક સાધના છે. નામજપને લીધે વ્યક્તિમાં સ્વભાવદોષ-નિર્મૂલન માટે આવશ્યક એવી ઊર્જા નિર્માણ થાય છે. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ આ અત્યારનાં કાળ માટે અત્યંત ઉપયુક્ત એવો નામજપ છે એવું સંશોધન દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. તેમજ ‘શ્રી ગુરુદેવ દત્ત’ આ નામજપ પૂર્વજોનાં ત્રાસ સામે રક્ષણ કરે છે. તે સાથેજ સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા દ્વારા આપણા મનનાં સ્વભાવદોષો પર માત કરવું સહેલું પડે છે. માનસિક આરોગ્ય અંતર્ગત અને પ્રતિબંધ માટે વ્યક્તિએ ઉપર આપેલા સૂત્રો જો અંગીકાર કર્યા તો આત્મહત્યાનું પ્રમાણ ઘટવામાં અવશ્ય સહાયતા થશે.
શ્રી રૂપેશ રેડકર (સંશોધન વિભાગ)
મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય