આઝાદી નો શંખ નાદ 1942 -ભારત છોડો-9 મી ઑગસ્ટ 79મી વર્ષગાંઠ

શહીદોંકી ખાંભી પર લગેંગે હર બરસ ફુલોકે મેલે
વતન પે મરને વાલોંકા અમર નામો નિશા હોગા
1942 માં દેશની સ્વતંત્રતાનો સંગ્રામ લડી ભારતને આઝાદ કરાવવાની જરૂરત હતી, આજે ભારતને ગરીબી ,ગંદગી, ભષ્ટાચાર ,આંતકવાદ, નારી જાગૃતિ,સમાનતા અને દેશને જાતિવાદ,સંપ્રદાયિકતા થી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લઈએ સંકલ્પથી સિદ્ધિ ‘સૂત્ર સાથે અપીલ કરીએ કે ખભેખભા મેળવી આપણે એવાં ભારતનું નિર્માણ કરીએ જેના પર સ્વતંત્રતા સેનાની ઓ ગર્વ કરે ‘.( વડાપ્રધાન નરેન્દ્ર મોદી ) [પ્રવચન ફાઇલમાંથી]
‘ હું એક જ ચીજ લેવા જઈ રહ્યો છું આઝાદી ,ન આપવી હોય તો કતલ કરી દો. આપને એક જ મંત્ર આપું.સાચું જેને દિલમાં કોતરી રાખો,તેને પ્રત્યેક શ્વાસમા વ્યક્ત થવા દો ‘કરો-યા મરો ‘ આઝાદી ડરપોક માટે નથી.જેનામાં કંઈ કરી છૂટવાની તાકાત છે તેઓ જીવિત રહે છે ‘-તા,8 મી ઓગસ્ટ 1942 રાત્રે કોંગ્રેસ મહાસમિતિ સમક્ષ ‘ભારત છોડો ‘ અંગ્રેજો ની હકુમત સામે આંદોલનના પ્રસ્તાવ પર બોલતા મહાત્મા ગાંધી એ આ શબ્દો ઉચ્ચારેલાં હિન્દી અને ઇંગ્લિશ માં સતત ત્રણ કલાકનું આ ભાષણ ઐતિહાસિક દસ્તાવેજ બન્યું.દેશની ચેતના જાગૃત જાગૃત કરનાર આ ભાષણે પ્રભાવી અસર કરી જનમાનસમાં હિંસક અને સત્યાગ્રહ વાળી આઝાદીની આહલેક જગાડી- જંગે આઝાદી માટે કુરબાન થવા ઘર બહાર ટોળેટોળાં વિરાટ માનવ સમૂહ ઉમટ્યો ,જેમાં યુવા વર્ગની સંખ્યા વધુ હતી.
વિશ્વ વિખ્યાત કાકોરી કાંડના 17 વરસ અંગ્રેજોનો સરેઆમ વિરોધ કરતું ક્રિપ્સ મિશન બાદ આ ત્રીજું મોટું આંદોલન હતું ,જેણે આઝાદી ની નીવ નાખી માત્ર પાંચ વર્ષના ગાળામાં દેશ ને અંગ્રેજો ની ચુંગાલમાંથી મુક્ત કર્યો’ અંગ્રેજો ભારતને જાપાન માટે ન મોકલો,પરંતુ ભારતીયો માટે વ્યવસ્થિત રૂપ થી છોડી જાવ.'(હરિજન બંધુ જુલાઈ ’42- મહાત્મા ગાંધી )ભારતીય નેશનલ કોંગ્રેસ સમિતિ એ ક્રિપ્સ મિશન પ્રસ્તાવ નો વિરોધ કર્યો, ‘ભારતની સુરક્ષા ભારત જાતે જ કરશે ગોવાળીયા ટેન્ક મુંબઈમાં ગાંધીજી એ ભાષણમાં કહેલું અને ઉમેરેલું ‘ જ્યારે સત્તા મળશે ત્યારે તેઓ આ વાતનો ફેંસલો કરશે કે ભારત ને કોના હવાલે કરવું આપણે ભારતના ભારત છોડો આંદોલન થી આઝાદી ની લડાઈ નેતૃત્વ લોકો થકી લોકો થી પ્રાપ્ત થયું હશે .’
”બ્રિટિશો વિરુદ્ધનું આંદોલન તીવ્ર બન્યું ગાંધીજી એ ખુબ સમજદારી પૂર્વક 9 મી ઓગસ્ટ પસંદ કરેલી,તે દિવસ ‘બિસ્મિલ ‘ભગતસિંહ ને યાદ કરી આ દિવસ સ્વતંત્ર ભાવના જાગૃતિ મારે દેશ દાઝ જગાડવા પસંદ કરેલો;આ નિશાન બરોબર લાગી ગયું લાલબહાદુર શાસ્ત્રી એ ‘મરો નહી મારો ‘સૂત્ર આપ્યું તો યુસુફ મહેર અલી એ ‘કરેંગે યા મરેંગે ઘોષણા કરી ,9 મી ઑગસ્ટે સવારે ગાંધીજી અને વર્કિંગ સમિતિ ના તમામ સભ્યોને પકડી ને કોંગ્રેસ સમિતિ ગેરકાયદેસર બ્રિટિશરોએ જાહેર કરી,ગાંધીજી, સરોજિની નાયડુ (યરવડા જેલ- પુના );ડો, રાજેન્દ્ર પ્રસાદ (પટના );અન્યનેઅહંમદ નગર જેલમાં કેદ કર્યા.મહાત્મા ગાંધી ને સુભાષ ચંદ્ર બોઝે બંગાળમાંથી ‘દિલ્હી ચાલો ‘ઘોષણા સાથે આઝાદ ફોજ ઉભીકરી.ચારે બાજુ નેતા વિહોણું જનઆંદોલન સ્વયં ઉગ્ર બન્યું.
9 મી ઓગસ્ટ લોકોનો જુવાળ ગાંધીજીની ધરપકડથી વધુ ભભૂક્યો,ગોળીબાર, બેરહમીથી લોકો ની હત્યા થતા મહિલાઓ સહીત આંદોલનકારો રેલવે ,પોસ્ટ ઓફિસ અનેક સ્થળે આગ ચાંપી, રેલવે પાટા ઉખેડી સરકારી શાસનને હચમચાવી નાંખ્યું; સાથે લોકો એ પોતાની નોકરો છોડી આંદોલનમાં જોડાયા. દેશને આ સમયમાં મૌલાના આઝાદ, ડૉ .રાજેન્દ્ર પ્રસાદ, અશોક મહેતા, તિલક, જય પ્રકાશ નારાયણ ,નહેરુ,સરદાર,અરુણા આસફઅલી, એસ એમ જોશી, રામ મનોહર લોહિયા ,જી,વી પંત, પ્રફુલ્લ ચન્દ્ર ઘોષ વગેરે અનેક રાષ્ટ્ર પ્રેમી નેતા મળ્યા. આંદોલન અટકાવવા કુર અત્યાચાર, ધરપકડોનો દોર ચાલ્યો, ગોળીબારો થયા, નવલોહિયા ઠાર થયા . તત્કાલીન આંકડા મુજબ જન આંદોલનમાં 940 ના મોત, 1630 ઘાયલ, 18 હજાર ડીઆઈઆરમાં નજર કેદ,60299 ધરપકડ થઇ, દિલ્હી ખાતે સેન્ટ્રલ એસેમ્બલીમાં ઓનરેબુલ હોમ મેમ્બરે રજૂ કરેલા આ આંકડાઓ હતા.
આ આંદોલન કોઈ પણ ભેદભાવ -વિના રાષ્ટ્ર ભક્તિથી પ્રેરાઈને જાગ્યું હતું જેમાં ફેક્ટરી મઝદુરો,પત્રકારો,કલાકારો,વિદ્યાર્થીઓ,મહિલાઓ,શિક્ષણ શાસ્ત્રીઓ ,ધર્મ સંતો, દલિતો, પુરુષો, વૃદ્ધો ની લાંબી ગાથાઓ શહીદો , વીરો, શુરવીરોના બલિદાનોથી આઝાદીની આગ તેજ બની.ભૂગર્ભમાંથી કોંગ્રેસ રેડીઓ સ્ટેશન સંચાલન ઉષા મહેતાએ સાંભળ્યું અને તેમાં સમાચાર વાચન રામ મનોહર લોહિયા કરતાં સ્ત્રીઓ અને બાળકો સુદ્ધાં બંગાળમાં 73 વર્ષની હાજરા એ ,આસામમાં 13 વર્ષની કનકલતા ,કલકતામાં બરુઆ, બિહાર-પટનામાં સાત કુમળીવયના બાલ છાત્રોએ શહીદી વહોરી. ખૂબીની વાત એ હતી કે લોકો એ સ્વયં યુપી, બલિયા, બંગાળ, મહારાષ્ટ્ર, સતારા, કર્ણાટક, ધારવાડ , ઉડ્ડીસા , તલવર, બાલાસોર વગેરેમાં બ્રિટિશ શાસનથી મુક્ત સરકાર ગઠન લોકોએ કર્યું.
અત્રે ખાસ નોંધવું રહ્યું કે – મુસ્લિમ લિંગ, ઇમ્પિરિયલ પુલીસ, બ્રિટિશ આર્મી , લાભ જોતો વેપારી વર્ગ, આરએસએસ, હિન્દૂ મહાસભા, ભારતીય કોમ્યુનિસ્ટ, ભારતના રજવાડા પોત પોતાના અંગત માટે સાથે વિરોધ કરેલો અને આંદોલનને સહકારના આપણા વિરોધ દાખવ્યો. બીજી બાજુ અમેરિકન પત્રકાર, જર્નાલિસ્ટ -લૂઈ ફિશર,એડગર શો ,એમ,એલ,સ્યુર્મેન્ટ અને નોર્મન થોમસ અને પલ બર્કે ભારતની આ લડતને ટેકો આપેલો. વિરોધથી ગાંધીજીને બે વર્ષ સુધી ખૂબ સહેવું પડેલું.
વિશ્વ યુદ્ધ ખતમ થતાં ગાંધીજી મુક્ત થયા, 1944માં લેબરપાર્ટીએ બ્રિટનના મંત્રી કેબિનેટ મંડળને 1946 માં ભારત મોકલ્યા ભારતમાં નાગરિકોની સહાનુભૂતિ દાખવનારા કેબિનેટ મંડળે અભ્યાસ કર્યો.
રાજ નૈતિક બાજુ સાવધાનીથી તપાસી સરકાર ઘડવાના નિર્ણય નો પ્રસ્તાવ રાખ્યો , પ્રાંતો અને રાજ્યોના સભ્યો થી સંઘટક સભા બની, મુસ્લિમ લિંગે જવાહરલાલ નહેરુ ના નેતૃત્વનો વિરોધ કર્યો, પાકીસ્થાન અલગની માંગણી મહમ્મદઅલી ઝીણા એ કરી દબાણ કર્યું.વાઇસરોય માઉન્ટ બેટને ભારત પાકિસ્તાનના વિભાજનની યોજના રજૂ કરી ,ભારતે તે ના ઈલાજ સ્વીકારી મોટા પાયે હિન્દૂ મુસ્લિમ રમખાણો થયા ,5 લાખ માણસો માર્યા ગયા,1.5 કરોડ બંને તરફ લોકો એ ઘરબાર છોડ્યા 14 ઓગસ્ટ રાતે 1947 ના ભારત આઝાદ થયું.મહાત્મા ગાંધી નોઆખલી માં કોમી હુલ્લડમાં શાંતિ માટે ઉપવાસ ઉપર હતા અને તેઓ ને આઝાદી નો આનંદ ન લાગ્યો અને કોઈપણ હોદ્દો ગ્રહણ કરવા ના મરજી દર્શાવેલી.ગાંધીજી ને ખુનામર્કીથી થી મળેલી આઝાદી રાશ ન આવી.
જિતેન્દ્ર (અમેરિકા)