ભિલોડા માં તસ્કરો એ ચોરી ની ઘટના ને અંજામ આપ્યો,,શહેરના મુખ્ય બજારમાં આવેલી વિપુલ સેલ્સ એજન્સી ને તસ્કરો એ નિશાન

– અરવલ્લી જિલ્લાના ભિલોડા માં તસ્કરો એ ચોરી ની ઘટના ને અંજામ આપ્યો,,શહેરના મુખ્ય બજારમાં આવેલી વિપુલ સેલ્સ એજન્સી ને તસ્કરો એ નિશાન બનાવી,,તસ્કરો એ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી ડ્રોવર માં રાખેલા 12 હજાર રૂપિયાની ચોરી કરી હતી,, સાથે જ દુકાન માંથી 62 હજારથી વધુ ની કિંમત ની 13 પેટી અમુલ ઘી,, 31 હજારથી વધુ ની કિંમત ની 22 બંડલ બીડીઓ અને ફ્રીજ માં મુકેલ 2000 ની કિંમત ની શ્રીખંડ અને આઈસ્ક્રીમ સહિત નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા..તસ્કરો એ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા,,સમગ્ર બનાવની જાણ થતાં ભોગ બનનાર વેપારી એ ભિલોડા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી,,તસ્કરો દુકાન માંથી 12 હજાર રોકડ અને અન્ય માલસામાન મળી 1.08 લાખનો મુદ્દામાલ ચોરી ને ફરાર થઈ જતા વેપારી એ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા,, પોલીસે ફરાર ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે..
રિપોર્ટ : ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી- ભિલોડા