(મીરા દામનગર ની દક્ષિણ દિશા એ ત્રેતા યુગ માં ઋષિ અગસ્ત અનુષ્ઠાન થી સ્વયંભ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ

(મીરા પતિ રાણા એ બંધાવેલ દેવળ) દામનગર ની દક્ષિણ દિશા એ ત્રેતા યુગ માં ઋષિ અગસ્ત અનુષ્ઠાન થી સ્વયંભ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ
દામનગર શહેર ની દક્ષિણ દિશા એ બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મીરા પતિ મેવાડ ના કુંભારાણાએ બંધાવેલ દેવળ
“હાવે બની બીના કેવી સઘળું કહેતા નાવે આવે પાર રચના ન શોભે તે તણી કહું કહેતા ન આવે પાર અલ્પ મતી એ કહું છું ટૂંકો સાર”
શહેર ની દિશાએ કુદરતી વન સંપતિ શિવ મંદિરની શોભામાં અભીવૃદ્ધિ કરતું અપાર સૌંદર્ય પક્ષીઓનો કલરવ કુદરતનું અપાર ઐશ્ચર્ય વચ્ચે ગણપતિજી પવનપુત્ર હનુમાનજી ઉર્જાવાન દેવો સતી પાર્વતીજી શુધ્ધકાચબા નંદીગણ યુક્તિ વચ્ચે બિરાજતા કુંભનાથ મહાદેવ સમૃદ્ધિ ના પ્રતીક એવા કુંભ જન્મા ઋષિ અગસ્ત ના અનુષ્ઠાન થી સ્વયંભ પ્રગટ અનેકો દ્રવ્ય ના દાતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે વારે તહેવારે મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડે
કુદરતી આર્શીવાદ રૂપ વરસાદથી ભરાતા સરોવર માં નૌકાવિહાર કુદરતી પ્રકૃતિ ના દ્રશ્યો શિવાલય ની શોભા માં અભિવૃદ્ધિ કરતી સૃષ્ટિ ની દરેક સંજીવ ચીજો કુંભનાથ ની સેવા માં તત્પર હોય ઈશ્વર ની સ્વયંમ હાજરી નો ભાસ કરાવે છે કુંભનાથ ને કોટી કોટી વંદન કરતા ભાવિકો દર્શન માત્ર થી ઉન્નત બને છે
પૃથ્વી પરના સ્વર્ગ સમું કોટી નયન શિવાલય વૈદિક મંત્રોચ્ચાર થી ત્રેતા યુગ અગસ્ત ઋષિ ના અલૌકિક અનુષ્ઠાનથી પ્રાગ્ટય કુંભનાથ સ્થાપત્ય યુગ ત્રેતામાં કુંભનાથ શિવાલય ના દર્શન અંતરાત્માને શીતળતા બક્ષે છે કૈક વર્ષો ગયા ચાલી ગયા પછી સરોવરના કાંઠે દેવાલયનું નિર્માણ થયું મન મોહક પ્રકતિની અનેક સંપદાઓ ધરાવે છે ઋષિ વસ્યા વસ્યો માનવ વસ્તી તહી થવા લાગી ધીમે થયુ પાંડગંગાખ્ય પુરી પાંકરી નાગ હાલ નું પાડરશીંગા અપ્સરાનું એશ્વર્યા પક્ષીઓનો કલરવ તહીં વસ્યો મનુષ્ય નેસ ગ્રામ દેવી ધારેશ્વરી થઈ પ્રતિષ્ઠા
અતિવૃષ્ટિ થી નેસ થયો નાબુદ તહીં સાક્ષાત સિંહ રૂપે હાલ ના પાડરશીંગા ના ભક્ત સુરા આપા ખુમાણ ને સિંહ સ્વરૂપે દર્શન આપી વરદાન આપ્યું માંગી લે માંગી લે શુરા આવો લાગ નહિ આવે તેથી ભક્ત શ્રી શુરાઆપા ખુમાણ ને ચપટી જુવાર આપી કોઠી નાખી જુવાર હોંણ થી કાઢવા કહીયુ યુગો પર્યન્ત અવિરત રહ્યો અન્ન ભંડાર આબાદ રહ્યો જકડી રાખે તેવી જગ્યા કુંભનાથ ખરેખર અનેકો દ્રવ્ય ના પ્રતીક એવા કુંભ જન્મા શ્રી કુંભનાથ મહાદેવ દેવળે કૈક વર્ષે અવધૂત સંત શ્રી લક્ષમણાનંદ નામે આવ્યા યાત્રી ધરતી ઉપર ની અમુલ્ય ભેટ મા રમણીય સૌંદર્ય કુંભનાથ મહાદેવ સમક્ષ ચાલતા શિવ અનુષ્ઠાન સ્થળે પધાર્યા મેવાડપતિ મીરા પરણ્યો રાણા દ્વારકા જતા રસ્તે જોઈ જીર્ણ દેવળ રાણો રિજિયો કર્યો જીર્ણોદ્ધાર કુદરતી કૃતિ ઓથી શોભે છે શિખર પરની ધજા આકાશમાં ફફડાટ કરે વિશાળ ઘંટનાદ ભવ્ય દેવળ અંતરાત્માને ઢંઢોળે નિર્ભયતા સ્થભ સાથે વારેવારે અફળાવાથી કર્ણપ્રિય મધુર ધ્વનિ લઈ કીતી લખલુટ પંથે ચાલ્યો પોતાને કર્મ એ બંધાયો તારી ભકિતથી પ્રસન્ન કૈક વર્ષો મુશળધાર વર્ષા અને વીજળી પડતા વાવાઝોડા થી જીર્ણ થયેલ દેવળ નાશ પામતા સંવત ૧૮૫૬ દુષ્કાળ વ્હારે આવ્યો વીર વડોદરા ના રાજીપે રિલીફ કાર્ય માં લોકો ને રોજગારી મળે તેવા શુભ ઉદેશ થી સુંદર નયન રમ્ય સરવોર ગળાવ્યું કાંઠે નિર્માણ કર્યું કુંભનાથ દેવળ સરવોર કાંઠો અને કુદરતી વન્ય સંપદા ટેકરી શિવ મંદિર ની અનુપમ શોભા પક્ષી ઓનો કલરવ કુદરત નું અપાર સૌંદર્ય બાગ બગીચા ના પુષ્પો ની પરફ્યુમ અપાર ઈશ્વરીય દેન ફફડાટ કરતી ધજા વિશાળ ધંટનાદ ની ધ્વનિ દિવ્યતા આપે છે શિખર ઉપર સોનેરી કિરણો પડતા પશ્ચિમ ભાણ ઉગ્યા નો ભાસ કરાવે છે કુદરતની અનુપમ શોભા પ્રસિધ્ધ છે પુરાણમાં અનાદિ કાળ થી ઠરી કરે છે કીર્તિ ગાન જેનું મુક્ત કંઠે કિન્નરી રત્નો કરે છે ગાન કુંભ જન્મા અનેકો દ્રવ્ય દાતા સુકપ્રદા શ્રી કુંભનાથ દેવળ ની પૂજા માટે શ્રીમંત્ત સરકાર ગાયકવાડે મોઢ ચાતૃવેદી બ્રાહ્મણ શ્રી નરોતમભાઇ માધવજીભાઈ દીક્ષિત ને શ્રીમંત સરકાર વોડોદરા તરફ થી સેવાપૂજા નું વર્ષાશન ચૂકવાતું હતું સને ૧૭૩૦ લાઠી ઠાકોર ની કન્યા પરણવા થી પહેરામણીઆ મળેલ ૧૮ ગામો માં સભાડ નેસ નાબૂદ કરી દામજીરાવ ગાયકવાડે દામનગર નામ થી વસાવ્યું ગામ સમયાંતરે દામનગર શહેર તાલુકો મહાલ બન્યો આ વિસ્તાર માં અવધૂત ઋષિ ત્રેતા યુગ માં સ્વયંભ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શન પૂજન અનુષ્ઠાન પુરી શ્રધ્ધાભાવ થી ભક્તિ કરતા ભાવિકો ને મન ચાહયું ફળ આપતા સમૃદ્ધિ ના પ્રતીક કુંભ જન્મા શ્રી કુંભનાથ મહાદેવ ને કોટી કોટી વંદન
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા