ખાંભા તાલુકા પંચાયત ખાતે મિશન મંગલમ તેમજ SVEP યોજના અતર્ગત પ્રધાનમંત્રી સંવાદ કાર્યક્રમ

*ખાંભા તાલુકા પંચાયત ખાતે મિશન મંગલમ તેમજ SVEP યોજના અતર્ગત પ્રધાનમંત્રી સંવાદ કાર્યક્રમ તેમજ અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામા આવી*
વિક્રમ સાખટ રાજુલા
આજ રોજ તાલુકા પંચાયત કચેરી ના મીટીંગ હોલમાં પ્રધાન મંત્રી સંવાદ કાર્યક્રમ તેમજ અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, જેમા કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ આમત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામા આવ્યું, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ સાહેબ સાહેબ એ, સખી મંડળમા જોડાવાથી મળતા લાભો અને નારી શક્તિ વિશે નું મહત્વ સમજાવ્યુ, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા દ્વારા મહિલાઓના આત્મનિર્ભતા સાથે મોટા પ્રમાણ ખેતી વાડી અને પશુ-પાલન સાથે જોડાયેલ હોઈ તે વિશે વિસ્તુત માહિતી આપી હતી, ત્યારબાદ સખી મંડળ ના રીવોલ્વીંગ ફંડ, CIF ફંડ તેમજ ખાંભા તાલુકા મા છેલ્લા ૪ વર્ષ થઇ ચાલતા SVEP યોજના અતર્ગત લાભાર્થીઓ ને મંજુર થયેલ લોન ની રકમ ના ચેક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.તેમજ માન.પ્રધાનમંત્રીશ્રી ના ‘આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ તમામે સાથે મળીને નિહાળ્યો હતો. આ કાર્યક્રમ મા મુખ્યમહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ સાહેબ, જીલ્લા પંચાયત ના સદસ્ય અરવિંદભાઈ ચાવડા, ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા,શ્રીમતી મનીષાબેન કૌશિકભાઈ માણલકિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, ન્યાયસમિતિ ના ચેરમેન વતી ભીખાભાઈ સરવૈયા, તાલુકા સદસ્ય વતી શિવલાલભાઈ સુદાની, ખાંભા ગામ સરપંચ અંબરીશભાઈ જોશી, કૌશિકભાઈ માણલકિયા ઉપસરપંચ ખાંભા, તાલુકા સદસ્ય મહેશભાઈ મકવાણા, ભોળાભાઈ મોભ તેમજ મગનભાઈ મકવાણા, વશરામભાઈ બારૈયા તેમજ ખાંભા તાલુકા પંચાયત સ્ટાફ જેમાં મિશન મંગલમ વિભાગ માંથી ટી.એલ.એમ. સંજયભાઈ રાઠોડ, સી સી દયાબેન, તેમજ SVEP માંથી બ્લોક મેન્ટર કૌશલભાઈ દાણીધારિયા, હસમુખભાઈ શિયાળ માસ્ટર સીઆરપી અને ચેતનાબેન મકવાણા સી.આર.પી. ઉપરાંત SBM યોજના તરફથી અશ્વિનભાઈ ટાપણીયાએ હાજરી આપી હતી. સમ્રગ કાર્યક્રમ નુ સંચાલન રિંકલબેન વંડરા દ્વારા કરવામા આવેલ હતું,