જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરની દિવાલ ઉપર ભીતચિત્રો દોરી ચિત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા નવતર પ્રયાસ

જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરની દિવાલ ઉપર ભીતચિત્રો દોરી ચિત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા નવતર પ્રયાસ
Spread the love

આગામી *15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી* જૂનાગઢ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમા ઉજવાનાર હોઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને લઈને, *જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા *જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, ખાસ ઝુંબેશ હાથ ધરી, કડક કાર્યવાહી કરવામાં આવેલ છે, *સાથે સાથે જુનાવઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા પણ કાર્યવાહી* કરવામાં આવેલ છે….._

જૂનાગઢ જીલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ના પીએસઆઇ પિયુષ જોશી તથા સ્ટાફને સાથે રાખી, *જૂનાગઢના જાણીતા ચિત્રકાર દીપેન જોશી, ધર્મેશભાઈ પરમાર, એફ એમ રેડીઓ જૂનાગઢના આરજે અજયના સહયોગથી પોલીસ હેડ કવાર્ટર ની દીવાલ ઉપર ભીતચિત્રો દોરી, ટ્રાફિક નિયમોના પાલન, મહિલા સશક્તિકરણ, સાયબર ફ્રોડ, કોરોના બાબતે સાવચેતી આપતા ચિત્રો દ્વારા લોકોને જાગૃત કરવા પણ કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ હતું…._

જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢના જાણીતા ચિત્રકાર દીપેન જોશી, ધર્મેશભાઈ પરમારના સહયોગથી *આશરે 20 થી 25 બાળકો દ્વારા પોલીસ હેડ કવાર્ટર ની દીવાલ ઉપર ચિત્રો દોરી, જૂનાગઢ વાસીઓને જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ* હાથ ધરવામાં આવેલ છે. *ચિત્રો દોરતા બાળકો પણ ખૂબ જ રસપૂર્વક ચિત્રો દોરી જૂનાગઢ પોલીસના સહયોગથી જૂનાગઢ વાસીઓમાં જાગૃતિ ફેલાવવા કરવામાં આવેલ પ્રયાસ અભિનંદનને પાત્ર* છે.. .._

આમ, જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા તાજેતરમાં જૂનાગઢ ખાતે 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનના રાજયકક્ષાના કાર્યક્રમના અનુસંધાને *ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદા જુદા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ અન્વયે કોમ્બિન્ગ કરી, કાર્યવાહી ની સાથે સાથે સમાજમાં બનતા ગુન્હાઓ બાબતે સાવચેત રહેવા ભીત ચિત્રો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી, જુનાગઢવાસી ઓમાં જાગૃતિ લાવવા પણ પ્રયાસ* કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે…_

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!