દામનગર માં વતન પ્રેમી દાતા પરિવાર નું મુંબઈ ખાતે અવસાન થતા શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રધાંજલિ અપાઈ

દામનગર માં વતન પ્રેમી દાતા પરિવાર નું મુંબઈ ખાતે અવસાન થતા શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રધાંજલિ અપાઈ
Spread the love

દામનગર હસમુખભાઈ અજમેરા વતન પ્રેમી દાતા પરિવાર નું મુંબઈ ખાતે અવસાન થતા શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રધાંજલિ અપાઈ

 

દામનગર ના હાલ મુંબઈ ઘાટકોપર સ્થિત વતન પ્રેમી ઉદારદિલ દાતા પરિવાર મનીષભાઈ તથા સંજયભાઈ અજમેરા ના પિતાશ્રી સ્વ હસમુખભાઈ ત્રિકમલાલ અજમેરા નું દેહાંવસાન થતા દુઃખ ની લાગણી સાથે શહેર ની સામાજિક શેક્ષણિક સંસ્થા દ્વારા સદગત ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા સામાજિક સ્વૈચ્છિક અને શેક્ષણિક સંસ્થા ના અગ્રણી ઓએ દુઃખ વ્યક્ત કરી હતી ઉગવું – તપવું- અસ્ત થવું અને પ્રભાત – મધ્યાન્હે – સંધ્યા થવી એ સૃષ્ટિ નો નિત્ય ક્રમ છે ધર્મ સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિ રચિયતા ના નિર્માણ ક્રમ માં કોઈ પરિવર્તન લાવી શકાતું નથી નિર્ધારિત આયુષક્રમ પૂર્ણ થયે હરેક જીવાત્મા આ જગત માંથી વિદાય લે છે આપણે સૌ પ્રાથના કરીએ કે પરમતત્વ વિલીન થયેલ સદગત ના અજર અમર આત્મા ને પ્રભુ પરમ શાંતિ અર્પે
સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા અજમેરા પરિવાર જનો ને ધીરજ અને શ્રદ્ધા પૂર્વક આઘાત સહન વહન કરવા શક્તિ અર્પે તેવી પ્રાર્થના સાથે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય દામનગર ના પ્રમુખ હરજીભાઈ નારોલા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના જીવનભાઈ હકાણી મંત્રી નટુભાઈ ભાતિયા એવમ તમામ ટ્રસ્ટી શ્રી ઓ અને વાચકગણ દ્વારા સદગત ના પુણ્યશાળી આત્મા ને શ્રદ્ધા સુમન અર્પણ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20210812_173010.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!