વાવ તાલુકાના ભાટવર ગામે બોગસ તબીબ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં ચાલતી દવા ઓ ની હાટડી ઓ ધમધમી રહી છે તો ક્યાંક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે આજે સરહદી પંથકમાં વાવ તાલુકાના ભાટવર ગામમાં બુધવારે પોલીસે ડિગ્રી વિના એલોપેથી પ્રેક્ટીસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 29,000નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બોગસ તબીબો ઉપર તવાઇ થતાં અન્ય નકલી તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વાવ પોલીસે બોગસ તબીબની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધ્યો છે. વાવ તાલુકાના ભાટવર ગામમાં બુધવારે પોલીસે મેવાભાઇ ઉર્ફે મેહુલભાઇ ભીખાભાઇ રબારી ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટીસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ દરમિયાન રૂ. 29,000નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો.પેક્ટિશનર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા ( થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ