૧૫ મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાવતે ઈસ્લામી તરફથી નડિયાદ ખાતે દર્દીઓમાં ફ્રુટ નું વિતરણ કરાયું

૧૫ મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દાવતે ઈસ્લામી તરફથી નડિયાદ ખાતે દર્દીઓમાં ફ્રુટ નું વિતરણ કરાયું
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના અનુસંધાને દાવતે ઈસ્લામી ઇન્ડિયા ના ડિપાર્ટમેન્ટ ફેઝાન ગ્લોબલ રિલીફ ફાઉન્ડેશન (FGRF) ના નેજા હેઠળ નડીઆદ શહેરમાં આવેલ હોસ્પિટલો જેવીકે સિવિલ, એન.ડી. દેસાઈ, મહાગુજરાત અને કેર હોસ્પિટલ વગેરેમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રુટ આપી 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ FGRF India ના કાર્યકરોએ દર્દીઓને સાંત્વના આપી અને જલ્દી તંદુરસ્ત થઈ પોતાના પરિવાર સાથે મળે તે માટે દુઆ (પ્રાર્થના) કરવામાં આવી હતી.
રિપોર્ટ : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ