રાજકોટ માં પોલીસ દ્વારા રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે બેડમીંટન ટુર્નામેન્ટ મેચ યોજાયો

રાજકોટ માં પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલા રમોત્સવના અંતિમ દિવસે આજે રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ડબલ્સમાં યોજાયેલ બેડમીંટન ટુર્નામેન્ટના મેચમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને પોલીસમેન હરશ્યામસિંહ ઝાલાએ પ્રતિસ્પર્ધી A.C.P એસ.આર.ટંડેલ અને ક્રાઇમ બ્રાન્ચના P.I વિરલ કે.ગઢવીની જોડીને પરાસ્ત કરી ચેમ્પીયન બની હતી. પોલીસ કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરીત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આગળ ધપાવી રહ્યા છે. રાજયમાં રમત-ગમતનો વિકાસ થાય તે માટે મહત્વનો ફાળો આપી રહ્યા છે. રાજય સરકારના કર્મચારીઓને પણ આ મુવમેન્ટ અંતર્ગત કસરત-યોગ થકી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા અવાર નવાર પ્રોત્સાહીત કરી રહ્યા છે. ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત જ છેલ્લા ૪ દિવસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જુદી-જુદી ગેઇમ્સ અને પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓની સાથે-સાથે પોલીસ અધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઇ રમત-ગમતનો અનેરો માહોલ સર્જી દિધો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.